નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં એક પછી એક યુવતીઓની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. તૃષા નામની એક યુવતીની હત્યાની ઘટનાના પડઘા હજુ શાંત થયા ન હતા ત્યાં 5 દિવસ પહેલા એક મિરા નામની છોકરીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મિરાનો મૃતદેહ તિલકવાડા વિસ્તારમાં એક ખેતર માંથી મળી આવ્યો હતો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો. તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને મિરાના હત્યારાની શોધખોળ શરૂ કરી હતી, ત્યાર બાદ આજે પાંચ દિવસે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આજે નર્મદા જિલ્લા પોલીસ દ્વાર વડોદરાના ચકચારી મિરા મર્ડર કેસને ઉકેલવામાં આવ્યો છે. આરોપી સંદીપ મકવાણા નામનો એક યુવક છે જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ આ યુવા અને મૃતક યુવતી બંને એક બીજા સાથે 4 વર્ષથી સંબંધમાં હતા, પરંતુ યુવતીએ સંદીપ સાથે લગ્ન કરવાની ના પડી હતી જેના કારણે તેણે ગુસ્સે થઈને ચુંદડી વડે યુવતીને ગળેટૂંપો આપીને યુવતીની હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.
આરોપીની ધરપકડ બાદ નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ જણાવ્યુ હતું કે, “અમે આ આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જે મુજબ અમને જાણવા મળ્યું હતું કે આરોપી વડોદરામાં છે આ માહિતીના આધારે એક ટીમને વડોદરા મોકલવામાં આવી હતી. ત્યાર બાદ વડોદરામાં આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ્યો હતો.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “મૃતક યુવતી અને આરોપી વચ્ચે છેલ્લા 4 વર્ષથી સંબંધ હતો, આરોપી મિરા સાથે લગ્ન કરવા માગતો હતો અને તેણે લગ્નનો પ્રસ્તાવ પણ યુવતી સમક્ષ મૂક્યો હતો જેનો યુવતીએ અસ્વીકાર કર્યો હતો. યુવતીના અસ્વીકારથી ગુસ્સે ભરાઈને આરોપીએ ચુંદડી દ્વારા યુવતીને ગળેટૂંપો આપીને હત્યા કરી દીધી હતી અને કેસરપુરા વિસ્તારમાં એક ખેતરમાં મૃતદેહ ફેંકીને જતો રહ્યો હતો. ત્યાર બાદ તે બીજા દિવસે મૃતદેહ જોવા માટે પાછો પણ આવ્યો હતો. હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી ચુંદડી પણ જપ્ત કરી લેવામાં આવી છે. અત્યારે યુવતીની મોબાઈલ હજુ મળ્યો નથી, હત્યા પ્રી-પ્લાન્ડ હતી કે નહીં, બંને વચ્ચેના સંબંધો કેવા હતા તે અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











