Thursday, April 16, 2026
HomeGeneralરાજકોટઃ દારુના કન્ટેનર મામલાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં, 4 પોલીસ...

રાજકોટઃ દારુના કન્ટેનર મામલાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં, 4 પોલીસ કર્મચારીઓ આરોપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટની ભાગોળે ગત 18 તારીખે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું હતું. જોકે આ ઘટના ચકચારી બનવાનું કારણ માત્ર દારુ ન હતો, પણ દારુના કન્ટેનર સાથે રાજકોટ પોલીસના ચાર પોલીસ કર્મચારીઓને પણ આ કેસમાં આરોપી બનાવાયા છે. પોલીસે દારૂનું કન્ટેનર ઝડપી ડ્રાયવરનું જગદીશનું અપહરણ કરી રાજકોટ લાવ્યાનો ગુનો નોંધાયો છે. આ ઘટનાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે.



સાયલાની હદમાં જઈ ડ્રાયવરનું અપહરણ કરી અને દારૂના કન્ટેરનરની હેરફેર કરવાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ દેવા ધરજીયા, હે.કો. ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દારૂ ભરેલા ટ્રકનો ડ્રાયવર જગદીશ બેનીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તા 20 ના આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા અને કોર્ટ પાસે પોલીસે રિમાન્ડની માગણી કરી હતી, કોર્ટે આ મામલે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલ સાયલા પોલીસ સ્ટેશનની આ ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહી છે. હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસમાં કયા મોટા ઘટસ્ફોટ કરે છે તે જોવું રહ્યું.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular