Monday, May 25, 2026
HomeGujaratગુજરાતના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટે વડાપ્રધાને આપ્યો...

ગુજરાતના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટે વડાપ્રધાને આપ્યો પુરસ્કાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ 21 એપ્રિલના રોજ મનાવવામાં આવતા રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ 2022 પર જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેનો પુરસ્કારો એનાયત કર્યા હતા. 2-દિવસીય સિવિલ સર્વિસ ડે કાર્યક્રમનું આયોજન વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ, કર્મચારી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

15માં સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત તરતથી શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને આપવામાં આવ્યો હતો. શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને ‘વિદ્યા સમિક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં ટેકનોલોજી સંચાલિત ટ્રાન્સફોર્મેશન ઓફ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ’ માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

- Advertisement -

PM મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત સિવિલ સર્વિસીસ ડે સમારંભમાં શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને એવોર્ડ એનાયત કર્યો હતો. તાજેતરમાં PM મોદીએ ગુજરાતનાં પ્રવાસે આવ્યા હતા ત્યારે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના અદ્યતન ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’’ની મુલાકાત કરી હતી. તે દરમિયાન PM મોદીએ પ્રદર્શન કક્ષ- 1ની મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કરેલી નવી પહેલના છ કાર્યક્રમ વિશે માહિતી મેળવી હતી. જેમાં શાળા કેન્દ્રીયકૃત મુલ્યાંકન, પ્રવેશોત્સવ 2.0 ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, ગુણોત્સવ 2.0 ટેકનોલોજી એનેબલ લર્નિગ ઇનિશિયેટિવ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

PM મોદીએ 15માં સિવિલ સર્વિસ ડે નિમિત્તે ઓળખાયેલ અગ્રતા કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કારો 2021 એનાયત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સિવિલ સર્વન્ટ અધિકારીઓને પણ સંબોધિત કરશે. આ વર્ષે, સિવિલ સર્વિસ ડે પર, 5 ઓળખાયેલ પ્રાધાન્યતા કાર્યક્રમો માટે અને જાહેર વહીવટ/સેવાઓના વિતરણ વગેરેના ક્ષેત્રમાં નવીનતાઓ માટે કુલ 16 પુરસ્કારો આપવામાં આવશે.
દર વર્ષે ભારત સરકાર 21 એપ્રિલના રોજ રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ તરીકે નાગરિક સેવકોને નાગરિકોના ઉદ્દેશ્યમાં પોતાને સમર્પિત કરવા અને જાહેર સેવા અને કાર્યમાં શ્રેષ્ઠતા માટે તેમની પ્રતિબદ્ધતાઓનું નવીકરણ કરવા માટેના પ્રસંગ તરીકે ઉજવે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular