Saturday, June 14, 2025
HomeGeneralસુખ અમસ્તુ મળતુ નથી, સુખનું પણ વાવેતર કરવુ પડે છે

સુખ અમસ્તુ મળતુ નથી, સુખનું પણ વાવેતર કરવુ પડે છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જગતના કયા માણસને સુખી થવુ નથી, મારે તમારે અને આપણે બધાને સુખી થવુ છે, પણ કોઈ શાળા કે પાઠશાળામાં આપણને સુખી થવાનો પાઠ શીખવાડવામાં આવતો નથી.આપણને મન સુખી થવુ એટલે ખુબ કમાવુ અને ખુબ ભેગુ કરવો તેવો છે કારણ આપણે બીજાને આવી રીતે જ સુખી થતાં જોયા છે. જેમની પાસે ખુબ છે તેઓ સુખી છે તેવુ આપણે તેમને પુછતા નથી અને તેઓ સુખી છે કે નહીં તેવુ આપણને કહેતા નથી, સુખ ખેતરમાં લહેરાતા પાક જેવુ છે, ખેડૂત અનાજ પકવે અને જો બધુ જ અનાજ પોતાના કોઠારમાં ભરી રાખે તો તે ફરી પાક લઈ શકે નહીં, પણ ખેડૂત પોતાનો પાક પૈકી અનાજનો થોડો ભાગ ફરી વાવેતરમાંથી બાજુ ઉપર રાખે છે, જેમાંથી તે ફરી પાક લે છે.



- Advertisement -

આવુ જ સુખનું છે, સુખી થવુ હોય તો આપણી આવકનો -સમયનો-વ્યવહારનો અને ઈરાદો અમુક હિસ્સો બાજુ ઉપર રાખી તેનું વાવેતર આપણી આસપાસના લોકો અને પ્રકૃતિમાં કરવુ પડે છે. ભેગુ કરવુ તો સહેલુ કામ છે, પણ ભેગુ કરેવુ ધન તળાવના પાણી જેવુ હોય છે, સમય જતાં તે ગંધાય છે,તે પાણી પીવા લાયક પણ રહેતુ નથી, પણ આપણે પાસે રહેલુ ધન જે બીજા માટે વહેતુ રહે તો તેમાં વધારો પણ થાય છે. સુખી થવુ હોય તો બીજાને સુખી કરવા પડે, તમારી આસપાસના લોકો નિરાશ, લાચાર અને દુખી હોય તો તમારી પાસે પુષ્કળ હશે તો પણ તમને સુખની અનુભુતી થશે નહીં કારણ સુખ અનુભવનો વિષય છે.

આજે સુખ વાવવ્યુ અને તરત તમે સુખનું ફળ મળશે તેવુ પણ નથી, બીજાને સુખી કરવાનો પ્રયાસ રોજ અને નિરંતર ચાલુ રહેવો જોઈએ. ગાંધીનગર પોલીસના અધિકારીઓ હમણાં દુષ્કર્મ પિડીત એક બાળકીની વ્યકિતગત સંભાળ રાખે,. આ પોલીસ અધિકારીઓને મળી પુછજો કે તમારી નોકરી દરમિયાન તમે કમાયેલા પૈસા અને હમણાં તમે જે બાળકીની સંભાળ રાખો છે. તેમાંથી કઈ બાબતે તમને સુખ આપ્યુ તો તેનો જવાબ નિશ્ચીત રીતે મળશે કે બાળકીની સંભાળમાં જે સુખ મળે તે લાખો રૂપિયા કમાયા પછી પણ મળ્યુ ન્હોતુ. સુખ આપવામાં છે તે આપણને કોઈ શીખવ્યુ જ નથી, જેના કારણે આપણે ભેગુ કરવાનું શીખ્યા છીએ.


- Advertisement -

ઈશ્વરને આપણને આપણી આસપાસ લોકો કરતા ઘણુ વધારે આપ્યુ છે, પણ આપણુ ધ્યાન આપણી કરતા કોની પાસે વધારે છે તેની તરફ જાય છે અને તે જ આપણા દુખનું કારણ બને છે જેના કારણે આપણે આપણા કરતા ઉપરના પગથીયા ઉપર જે ઉભા છે તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, ઉપરના પગથીયા તરફ જવુ પણ અપરાધ નથી, પણ ત્યાં પહોંચ્યા પછી દરેક પાસે જે સંપત્તી છે તેનું તે શુ કરશે તેની પણ ખબર નથી. જયારે સંપત્તીના ઉપયગોમાંથી સુખી થવાની વાત આવે ત્યારે અનેકો એવુ કહી શકે અમારી પાસે અમારૂ પુરૂ કરવા માટે તો બીજા માટે શુ કરીએ, પણ મારા અનુભવમાંથી કહુ છુ કે આ પણ એક બહાનુ છે, આપણે મનના દરીદ્ર છીએ કે ખીસ્સાના તે નક્કી કરવુ પડશે, ખીસ્સાના દરીદ્ર છીએ તો ઈશ્વર આપણા ખીસ્સા ભરશે, પણ મનથી દરીદ્ર હોઈશુ તો ખીસ્સામાં હશે તો પણ આપણુ ગરીબ મન તેના બહાર નિકળવા દેશે નહીં, મોટા ભાગના લોકો દુખી છે તેમના દુખનું કારણ તેમની મનની દરીદ્રતા છે.

જેમની પાસે પૈસા નથી તે પોતાના કરતા નીચેના પગથીયા ઉપર ઉભી રહેલી વ્યકિતને નાનકડી મદદ પણ કરી શકે છે. જો તેવી વ્યવસ્થા પણ નથી અનેકોને તમારા સમયની પણ જરૂર હોય છે, તેમને સમય પણ આપી શકીએ, કોઈ દિવસ કોઈ જાહેર બગીચામાં જઈને જો, અનેક વૃધ્ધ એવા બેઠા હશે કે તેમની સાથે થીડીક મિનીટ આવી કોઈ વાત કરે તેવી ઈચ્છા હોય છે, પણ તેમની પાસે વાત કરનાર કોઈ નથી, તમારો સમય તેમને આપી જુઓ, તમે જયારે તેમની સાથે વાત કરી બગીચાની બહાર નિકળશો ત્યારે તમારૂ મન શાંત હશે, શાંતિ પણ સુખનું એક પરિણામ છે. તમારી આસપાસના ઝાડ ઉપર ચર્ચા કરતા પક્ષીઓ તરફ પણ તમે છેલ્લે કયારે ધ્યાન આપ્યુ તેનો પણ વિચાર કરજો, શકય તો તો આ પક્ષીનીઓની ચીંતા કરી દર મહિને એક વૃક્ષ વાવજો કારણ પ્રકૃત્તી આપણને નીરંતર આપે છે, પણ તેને પાછુ આપવાનો કયારેય વિચાર કરતા નથી.



- Advertisement -

સુખી થવુ હોય તો પાછુ આપવુ પડશે કારણ આપણા દેશમાં ત્યાગ કરનાર જ પુજાય છે., જેમણે ભેગુ જ કર્યુ છે તેમના સંતાનો પેઢીઓથી આજે પણ લડયા કરે છે કારણે ભેગુ કરનારે સુખનું નહીં પાપનું વાવેતર કર્યુ છે તેના ફળ તેમણે તો ખાધા પણ તેમની પેઢીઓ પણ માઠા ફળ ખાઈ રહી છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular