Sunday, July 5, 2026
HomeGeneralજામનગર SP પ્રેમસુખ ડેલુનું ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરી, પૈસાની જરૂર...

જામનગર SP પ્રેમસુખ ડેલુનું ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરી, પૈસાની જરૂર છે કહી ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવીને નાણાંની ઉઘરાણી કરતાં હોય છે ત્યારે એક ભેજાબાજે તો તમામ હદ વટાવી નાખી છે. અમદાવાદમાં દબંગ IPS તરીકે છાપ ઊભી કરી ચૂકેલા અને હાલમાં જામનગર SP બેનલા પ્રેમસુખ ડેલુનું ફેક એકાઉન્ટ ભેજાબાજે બનાવ્યું છે.



માહિતી અનુસાર, જામનગરના SP પ્રેમસુખ ડેલુનું ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવીને અમદાવાદના યુવક જોડે પૈસાની માગણી કરવામાં આવી છે. આ એકાઉન્ટમાં IPS પ્રેમસુખ ડેલુના ફોટોસ પણ મૂકવામાં આવ્યા છે. જેથી અન્ય કોઈને ફેક એકાઉન્ટ અંગે જાણ થાય નથી. આ એકાઉન્ટ પરથી IPSને બદનામ કરવાનું કાવતરું ઘડીને ફોલોવર્સ પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. સમગ્ર બાબતની જાણ SPને થતાં ઇન્સ્ટાગ્રામને ફેક એકાઉન્ટ અંગેની જાણ કરીને એકાઉન્ટ બંધ કરવાયું હતું.

ફેક એકાઉન્ટ બનાવનારે ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસને ફેક એકાઉન્ટ અંગે માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસમાં ફેક એકાઉન્ટ બનાવનાર અમદાવાદનો હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular