નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જી રહ્યા છે. ભિલોડા-ગાંભોઇ રોડ પર પુરપાટ ઝડપે પસાર થઇ રહેલ હાઈસ્પીડ બાઈક કાળી ડુંગરીના વળાંકમાં સ્લીપ થઇ રોડ નજીક ઝાડ સાથે ભટકાતા બાઈક ચાલક યુવાન રેલ્વે પીએસઆઈ પિયુષ કાલિદાસ પરમારનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. અકસ્માતની ઘટનાના ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મૃતક પીએસઆઈના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટર્ન રેલ્વે વિભાગમાં અમદાવાદ ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પિયુષ કાલિદાસ પરમાર રવિવારે કામકાજ અર્થે એવેન્જર બાઈક લઇ ગાંભોઇ-ભિલોડા રોડ પરથી પસાર થતા કાળી ડુંગરી નજીક ભયજનક વળાંકમાં અગમ્ય કારણોસર બાઈક સ્લીપ ખાઈ રોડ સાઈડમાં રહેલા ઝાડ સાથે ભટકતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પીએસઆઇ પિયુષ પરમારનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી. મૃતક પીએસઆઈ પિયુષ પરમારના પરિવારજનો અને સગા-સબંધીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી રોકોકકળ કરી મૂકી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











