નવજીવન ન્યૂઝ. કલોલ: ગુજરાતમાં અવાર નવાર ચોરી કરવાની ઈચ્છા સાથે હત્યા કરી હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણી વાર તેવી પણ ઘટનાનો બને જેમાં સગા સંબંધીઓ અથવા તો મિત્રોએ જ હત્યા કરી હોય છે. કલોલમાં પણ આવી જ એક ઘટના સામે આવે છે. સોનું ગાળીને દાગીના બનાવતા એક વ્યાપારીની તેના જ મિત્રએ ચોરી કરવાના ઇરાદાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ દ્વારા આ કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
છેલ્લા દસ વરષ્ઠો કલોલમાં બીટી- મોલ 1માં પ્રભાકર નાંગરે, શ્રીમંતો દાસ અને ભોળું બંગાળી નામના ત્રણ મિત્રો સોનું ગાળીને દાગીના બનાવવાનો વ્યાપાર કરતાં હતા. આટલો લાંબો સમય કલોલના સોનીઓ સાથે કામ કર્યું હોવાને કારણે આ ત્રણેય મિત્રોને સોનીઓ સાથે સંબંધો સારા થઈ ગયા હતા, જેના કારણે સોનીઓ માટે અમદાવાદથી કાચું સોનું અને રૂપિયા લાવવાનું કામ પણ પ્રભાકર કરતો હતો.
આવી જ રીતે તે આમદવાદથી 600 ગ્રામ સોનું અને રૂપિયા આમદવાદથી લઈને આવ્યો હતો, ત્યાર બાદ આ સોના અને રૂપિયા ઉપર શ્રીમંતોની દાનત બગડી હતી. બંને મિત્રો પોતાની જ દુકાનમા દારૂ પીવા બેઠા હતા જ્યાં શ્રીમંતોએ પ્રભાકરને પાણીમાં સોનું ગાળવા માટે વપરાતું ઝેરી પ્રવાહી મિલાવીને પીવડાવી દીધું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
બીજા દિવસે જ્યારે ત્રીજો મિત્ર ભોલું બંગાળી દુકાને આવ્યો ત્યારે તેણે શ્રીમંતોને પૂછ્યું તો તેણે જણાવ્યુ હતું કે પ્રભાકર દારૂ પીને પડ્યો છે. ત્યાર બાદ જ્યારે વ્યાપારીઓ ભોલું બંગાળીને મળ્યા અને રૂપિયા અને સોના અંગે પૂછ્યું ત્યારે તેણે વ્યાપારીઓને જણાવ્યુ હતું કે પ્રભાકર દારૂ પીને દુકાનમા પડ્યો છે. ત્યાર બાદ વ્યાપારીઓ અને પ્રભાકરની પત્ની દુકાન પર પહોંચ્યા ત્યાં સુધી શ્રીમંતો દુકાનને તાળું મારીને ફરાર થઈ ગયો હતો.
આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આવીને તાળું તોડ્યું હતું. ત્યાં દુકાનમા અંદર પાર્ટીશન વાળા ભાગમાં પ્રભાકરનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસને શંકા જતાં અકસ્માત મોત નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે નાટ્યાત્મક રીતે આરોપીને પકડી લીધો હતો. આરોપીએ પોલીસ તપાસમાં જણાવ્યુ હતું કે તેણે લૂંટનો માલ પોતાના BHSM ડોક્ટર મિત્રના ત્યાં માળીયામાં સંતાડી દીધું હતું.
પોલીસે નાટ્યાત્મક રીતે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે શ્રીમંતોને પકડી લીધો પછી 300 ગ્રામ સોનું અને 2.5 લાખ રૂપિયાની રિકવરી કરી હતી પરંતુ વ્યાપારીઓએ પ્રભાકર પાસે 15 લાખ રોકડા અને 600 ગ્રામ સોનું હતું તેવી ફરિયાદ કરી હતી. પોલીસે બીજી વખત પ્રભાકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસની કાર્યવાહીથી વ્યાપારીઓ અવઢવમાં મુકાયા છે, કારણ કે તેમનું આટલું સોનું અને રોકડ રકમ પ્રભાકર પાસે હતી તેવું કોઈ પુરાવો મળતો નથી. વ્યાપારીઓનું કહેવું છે કે તેમનો ધંધો મૌખિક જ ચાલતો હતો.
આ મામલે કલોકના ડીવાયએસપી પી.ડી.મનવરએ જણાવ્યું હતું કે, “મૃતક પ્રભાકરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રભાકરે દારૂ પીધો હતો, જેને ઉલ્ટી થતા પાણી માંગ્યું હતું. એટલે શ્રીમંતો દાસે પાણીના સોનું ગાળવા માટે વપરાતુ પોટાશ નામનું ઝેરી કેમિકલ મિલાવીને પીવડાવી દીધું હતું. હાલમાં સાડા ત્રણસો સોનું અને બે લાખ હોવાનું મૃતકની પત્નીએ કહ્યું છે. અન્ય સોનાના વેપારીઓ પણ કહેશે તો અમે તપાસ કરીશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











