Sunday, July 5, 2026
HomeGeneralનરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે કઈ શરત મુકી જેના કારણે હાઈકમાન્ડ અવઢવમાં...

નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે કઈ શરત મુકી જેના કારણે હાઈકમાન્ડ અવઢવમાં મુકાઈ ગયુઃ જાણો આંતરિક બાબત શુ છે

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસની નેતાગીરીમાં નિર્ણય શકિતનો અભાવ છે તેમ કહી વિવાદને પવન ફુંકવાનું કામ કર્યુ છે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે અને કોગ્રેસનાં જોડાાઈ રહ્યા છે તેવી ચર્ચા પછી પણ નરેશ પટેલ કેમ નિર્ણય કરતા નથી અથવા કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે કેમ આગળ વધવા તૈયાર નથી તેની પાછળના કારણો જુદા છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની હાજરીમાં ગુજરાતના નેતાઓ અને નરેશ પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી પરંતુ નરેશ પટેલે બે શરતો મુકી હતી જે પૈકી એક શરત સ્વીકારવા કોંગ્રેસ હાઈકમાન્ડ તૈયાર છે પરંતુ બીજી શરત માટે તૈયાર નહીં થતાં આખો મામલો ઘોંચમાં પડયો છે.



અશોલ ગહેલોતની હાજરીમાં થયેલી બેઠક અંગે ટોચના સુત્રોની જાણકારી પ્રમાણે નરેશ પટેલે શરત મુકી હતી કે સૌથી પહેલા તેમને કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજુ કરવાની જાહેરાંત કરવી પડે , તેમજ જો ગુજરાતમાં ચુંટણી જીતવી છે તો પ્રશાંત કિશોરને ગુજરાતનો હવાલો સોંપી દેવા જોઈએ, બેઠકમાં લાબી ચર્ચા બાદ ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા ગયા હતા, લગભગ દોઢ દિવસ સુધી થયેલી ચર્ચા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રશાંત કિશોરને કમને ગુજરાતમાં સામેલ કરવાની મંજુરી આપી હતી, સુત્રોની જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી વ્યકિતગત રીતે પ્રશાંત કિશોરને પસંદ કરતા નથી, પણ જો નરેશ પટેલ જેવુ દિગ્ગજ નામ ગુજરાત કોંગ્રેસને મળતુ હોય તો તેમણે પોતાની મમત છોડવાની તૈયારી બતાડી હતી.

જયારે નરેશ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રજુ કરવાની વાત આવી ત્યારે હાઈકમાન્ડે સ્પષ્ટ શબ્દોમાં આ શરત માનવાનો ઈન્કાર કરી દીધો, કોંગ્રેસ હાઈકમાન્ડનો મત હતો કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય અને સત્તા મળે તો જરૂર મુખ્યમંત્રી તરીકે તેમના નામનો વિચાર થાય પરંતુ હાલના તબ્બકે નરેશ પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની કોંગ્રેસની તૈયારી નથી. આ આખી પ્રક્રિયા હાર્દિક પટેલ જાણે છે, એટલે તેમણે વિવાદનો મધપુડો છેડી કોંગ્રેસ હાઈકમાન્ડ ઉપર માનસીક દબાણ ઉભુ કરવાનો પ્રયત્ન કર્યો છે.

- Advertisement -


અત્રે ઉલ્લેખનિય છે કે નરેશ પટેલ ઉદ્યોગપતિ માણસ છે, તેમનો રાજકારણ કરતા પોતાનો ઉદ્યોગ વધુ પ્રિય હોય તે સ્વભાવીક છે. તેમનો બીજો ડર એવો પણ છે કે જો તેઓ કોંગ્રેસ અથવા ભાજપ સિવાયના કોઈ પક્ષમાં જોડાય તો વિવિધ એજન્સીઓ તેમને ત્યાં દરોડા પાડી શકે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular