નવજીવન ન્યૂઝ. અમદાવાદ: :અમદાવાદમાં રાષ્ટ્રીય ફાયર સર્વિસના દિવસે જ ફાયરના જવાનોએ નવજાત બાળકનું રેસક્યું ઓપરેશન કરીને નવજીવન આપ્યું છે. અસ્થિર મગજની મહિલા કુદરતી હાજતે ગયા હતા અને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. 25 મિનિટના રેસક્યું ઓપરેશન બાદ બાળકને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારે અસ્થિર મગજની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તાજું જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને બાળકની પરિસ્થિતિ જોતાં મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી. બાળકને બચાવવા તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
નવજાત બાળકને ઇજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખીને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સૌથી પહેલા ટોઇલેટમાં આસપાસની ટાઇલ્સ તોડવાની શરૂ કરી હતી. આસપાસની ટાઈલ્સને તોડી અને બાળકને બહાર કાઢી લીધું હતું. બાળક કમોડમાં અંદર ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવા માટે પાઇપની સાથેનું જોડાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કમોડનો ભાગ હથોડીથી તોડીને બાળકનું રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યું હતું. રેસક્યું બાદ બાળકને 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











