નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઓનાલાઈ ચાલતા ક્રિકેટ સટ્ટાનું પ્રમાણ વધી ગયું છે. 10 એપ્રિલના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાણી અઘાટ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બે વ્યક્તિઓની ધરપકડ બાદ પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે લોકોએ મહેશ આસોદરીયા, હિમાંશુ પટેલ અને અજય મીઠિયા નામના વ્યક્તિઓ પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવા માટે આઇડી મેળવ્યું હતું.
આ ત્રણ વ્યક્તિઓ પૈકી મહેશ આસોદરીયા રાજકોટ લોધિકા સંઘની જિલ્લા બેંકના ડિરેક્ટર પ્રતિનિધિ છે, જેની આજે પોલીસ દ્વારા વિધિસર અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મહેશ આસોદરીયાનું નામ ખુલતા જ રાજકોટમાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું હતું. મહેશ આસોદરીયા રાજકોટમાં ઘણા નેતાઓ સાથે નજીકના સંબંધો ધરાવે છે. ભાજપના પૂર્વ મંત્રી જયેશ રાદડીયા અને મહેશ આસોદરીયા નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ કેસમાં મહેશ આસોદરીયાનું નામ ખુલ્યા પછી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજકોટ લોધિકા સંઘની જિલ્લા બેંક માંથી મહેશ આસોદરીયાનું રાજીનામું પણ માગી લેવામાં આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેટર જે.વી. ધોળાએ જણાવ્યું હતું કે, મહેશ આસોદરીયાની અટકાયત કરવામાં આવી છે હવે ક્રિકેટ સટ્ટાનો આ ઓનલાઇન કાંડ ક્યાં સુધી જાય છે ત્યાં અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











