Friday, April 17, 2026
HomeGeneralપર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવોની માત્ર જાહેરાતો, સરકારે વિકાસનાં નામે હજારો વૃક્ષોનું નિકંદન...

પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવોની માત્ર જાહેરાતો, સરકારે વિકાસનાં નામે હજારો વૃક્ષોનું નિકંદન કાઢ્યું: મનીષ દોશી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ ૨૦૨૧” (IFSR)માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે. વૃક્ષોનાં કરાતા આડેધડ છેદન મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે “હરિયાળું ગુજરાત”, વન મહોત્સવ, વન સંરક્ષણની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે વર્ષ ૨૦૧૩-૨૦૨૧, આઠ વર્ષના સમય ગાળામાં સરકારે વિકાસના નામે ૧૦ લાખ કરતા વધુ ઝાડ કાપવાની સત્તાવાર મંજુરી આપી છે. બિનસત્તાવાર રીતે ૩૦ લાખ કરતા વધુ ઝાડનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. બીજી બાજુ, વનીકરણને નામે મેળા-ઉત્સવો થઇ રહ્યા છે. એટલે ૧૭.૮૬ ચોરસ કી.મી. માંથી ૯.૪૧ ચોરસ કી.મી. એટલે કે ૪૮ ટકાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં ૮.૫૫ ચોરસ કી.મીમાં ઘટાડો થયો છે અમદાવાદમાં “મિશન મિલિયન ટ્રી”ના નામે શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી માત્ર કાગળમાં જોવા મળી છે. ગુજરાતનું ટ્રી કવર વર્ષ ૨૦૧૯માં ૬૯૧૨ ચોરસ કી.મી. અને વર્ષ ૨૦૨૧માં ૫૪૮૯ ચોરસ કિ.મી. થયું એટલે કે માત્ર બે વર્ષની અંદર ૧૪૨૩ ચોરસ કી.મી. જેટલા મોટા વિસ્તારમાંથી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.

વધુમાં જણાવ્યુ કે, રહેણાંક, ધંધાકીય, ઔદ્યોગિક બાંધકામોને કારણે ૨૦૦૫ માં ૮૧૬૮.૩૧ હેક્ટર હતો જે ૨૦૧૧ માં ૧૦૦૫૮.૪૩ હેક્ટર એટલે કે ૧૮૯૦.૧૨ હેક્ટરનો વધારો થયો. આજ રીતે વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ માં ૧૪૧૪૪.૨૨ હેક્ટર સામે ૪૦૮૫.૭૯ હેકટરનો ઉમેરો થયો. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ ૨૦૨૧” (IFSR) અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના નવ જીલ્લાઓ અમદાવાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.



“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી સરકારમાં વિકાસનાં નામે માત્ર બે વર્ષમાં અમદાવાદ – ગાંધીનગરમાં જ ૧૭૪૨૨ વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. જે પર્યાવરણ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં દિનપ્રતિદિન ગ્રીનકવરમાં ઘટાડો થઇ રહ્યો છે. સતત વધતા જતા તાપમાન એ મોટા પડકાર છે.

- Advertisement -

રાજ્યમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિકાસનાં નામે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને રોકવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર ૧,૯૬,૦૨,૪૦૦ હેક્ટર છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યનો કુલ વનવિસ્તાર ૨૨,૩૦,૨૬૪ હેક્ટર હતો જે વનવિસ્તાર તા. ૩૧-૧૨-૨૦૧૭ ની સ્થિતિએ ઘટીને ૨૧,૮૪,૦૨૫ હેક્ટર થયો છે. આણંદ જીલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬ માં વનવિસ્તાર ૪૧,૨૬૯ હેક્ટર હતો જે ઘટીને શૂન્ય થઇ ગયો છે. જયારે વનમંત્રી જવાબમાં છેલ્લા બે વર્ષમાં કોઈ ઘટાડો નોંધાયેલ નથી તેમ જણાવે છે. આ ૪૧,૨૬૯ હેક્ટર વનવિસ્તાર કોણ કાપી ગયું? રાષ્ટ્રીય વનનીતી ૧૯૮૮ પ્રમાણે કુલ ભૌગોલિક વિસ્તારનો ૧/૩ ભાગ વૃક્ષ આચ્છાદિત હોવો જોઈએ. રાજ્યમાં ૧,૯૬,૦૨,૪૦૦ હેક્ટર પ્રમાણે ૬૩,૩૪,૧૩૩ હેક્ટર વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઈએ તેના બદલે માત્ર ૨૨,૩૦,૨૬૪ હેકટર વિસ્તાર જ વન વિસ્તાર છે.



વડએ વૃક્ષ રાષ્ટ્રીય કક્ષાએ સંરક્ષિત હોવા છતાં ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૧૬૯ જેટલા વડ કાપી નાખવામાં આવ્યા. અધિકૃત આંકડા કરતા અનેક ગણા વૃક્ષોનું છેદનથી ગુજરાતના પર્યાવરણને ભારે નુકસાન થયું છે. અમદાવાદ જીલ્લામાં ચોરસ કી.મી, સૌથી મોટાપાયે ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. સાથોસાથ સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૧.૨ ચોરસ કી.મી, વડોદરા ૧૧.૦૦ ચોરસ કી.મી, આણંદ ૧૬.૫ ચોરસ કી.મી, નર્મદા ૨૦.૫ ચોરસ કી.મી ઘટાડો છે. અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-ભાવનગર, અમદાવાદ-ઉદેપુર મોટા રોડ પ્રોજેક્ટના કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. ગુજરાતમાં જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે તેમ છતાં સરકાર ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગાંડા બાવળને પણ ગણતરીમાં લઇ જંગલ વિસ્તાર વધ્યાનો દાવો કરે છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular