નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં કહેવાય છે કે ગુજરાત યુવતીઓ માટે સુરક્ષિત રાજ્ય છે, પરંતુ આ વાત કેટલી સાચી છે તે ચકસવા માટે યુવતીઓ દ્વારા થઈ રહેલી પોલીસ ફરિયાદ જોતાં ખબર પડે છે કે ગુજરાતની યુવતીઓની હાલત પણ અન્ય રાજ્યોની સરખામણીમાં કઈ વધારે સારી નથી. અમદાવાદનાં વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીને એક વ્યક્તિ રસ્તા વચ્ચે ઊભી રાખીને જાતિય માગણી કરતો હતો તે અંગે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો ગુજરાતમાં ખુલ્લેઆમ ફરતા હોય તો ગુજરાતની યુવતીઓની સલામતી ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.
અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી યુવતી વાડજ વિસ્તારમાં રહે છે અને સીજી રોડ ઉપર એક ખાનગી ઓફિસમાં કામ કરે છે. આ યુવતી જ્યારે ઓફિસ જવા નીકળે અથવા તો કોઈ કામથી ઘરની બહાર નીકળે તો આ રોડ સાઈડ રોમિયો યુવતીને રસ્તા વચ્ચે ઊભી રાખીને અલગ અલગ પ્રકારની જાતિય માગણી કરતો હતો અને જો યુવતી આવી રીતે હેરાન કરવાની ના પાડે તો યુવતી અને તેના પરિવારનું નામ લખીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો.
હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આ રોડ સાઈડ રોમિયો યુવતીના ઘર સુધી પહોંચી ગયો અને યુવતીના દરવાજે આવીને જાતિય માગણી કરવા લાગ્યો, તે સમયે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેવું કહેતા યુવક ત્યાથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ યુવતિએ આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના જ વિસ્તારમાં રહેતા આ રોમિયો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા ફરિયાદ મુજબ આગળ તપાસ શરૂ કરવામાં આવી છે, પણ હાલ આ યુવક ફરાર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











