Thursday, April 16, 2026
HomeGeneralહાર્દિક પટેલ લડી શકશે ચૂંટણીઃ સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી...

હાર્દિક પટેલ લડી શકશે ચૂંટણીઃ સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને હિંસા કેસમાં દોષિત ઠેરવતા ચુકાદા પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવાની સજા પર રોક લગાવવાની માગ કરી હતી. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરીને સજા મોકૂફ રાખવાની માગણી કરી હતી જેથી તે 2022ની વિધાનસભાની ચૂંટણી લડી શકે.



હાર્દિક પટેલના વકીલ મનિંદર સિંહે કહ્યું કે તેમને ચૂંટણી લડવાથી રોકવા અધિકારનું ઉલ્લંઘન છે. પટેલ ૨૦૧૯માં એકવાર ચૂંટણી લડવાની તક ચૂકી ગયા છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તેમણે ગંભીર હત્યારા નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. હાર્દિક પટેલને 2019ની લોકસભાની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠેરવવાની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જોવું જોઈએ કે વ્યક્તિ પર તેની શું અસર પડશે અને જો તેને યથાવત રાખવામાં આવશે તો તેને કોઈ નુકસાન થશે જે ક્યારેય પૂર્ણ નહીં થાય. આ જ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, આવા કેસોમાં હાજર પુરાવાઓની પણ તપાસ થવી જોઈએ. તેના કેસમાં કોઈ સીધો પુરાવો નથી અને આખો કેસ સુનાવણી પર આધારિત છે. અરજીમાં સજાને સ્થગિત કરવા અને હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.



વાસ્તવમાં 2015ના રમખાણો મામલે હાર્દિક પટેલને 29 માર્ચ 2019ના રોજ ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. મહેસાણામાં વર્ષ ૨૦૧૫માં થયેલા રમખાણોના કેસમાં હાર્દિક પટેલની સજા મોકૂફ રાખવાની માગણી કરતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. વર્ષ 2018માં ટ્રાયલ કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષી ઠેરવીને રમખાણો ભડકાવવાના આરોપમાં બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular