Sunday, July 5, 2026
HomeGeneral"AAP ભાજપ અને કોંગ્રેસનો બાપ બનીને આવશે"- છોટુ વસાવાના નીવેદનથી ગઠબંધનના એંધાણ

“AAP ભાજપ અને કોંગ્રેસનો બાપ બનીને આવશે”- છોટુ વસાવાના નીવેદનથી ગઠબંધનના એંધાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજપીપળા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં નવા વળાંક આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. આમ આદમી પાર્ટી અને બીટીપીના ગઠબંધન અંગે અનેક ચર્ચાઓ જોર પકડુ છે તેવામાં બીટીપીના રાષ્ટ્રીય સૌંરક્ષક છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યુ કે, આગામી દિવસોમાં “આપ” ભાજપ અને કોંગ્રેસના બાપ બનીને દેશમા ઉભરી આવશે.



બીટીપીના છોટુ વસાવાના નિવેદન પરથી અનુમાન લગાવી શકાય છે કે આગામી ગૂજરાત વિધાનસભામાં આપ-બિટીપીનું ગઠબંધન નક્કી મનાઈ રહ્યુ છે. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે આપ સાથે બીટીપીનું ગઠબંધન થશે તો બીટીપીની રણનીતિ અલગ હશે. અમે શિક્ષણ, આરોગ્ય લોકોને મફત આપીશું, ભાજપે પેદા કરેલી બેરોજગારી હટાવીશુ. ગુજરાતમાં ચૂંટણી ક્યારે જાહેર થાય છે તેના પછી આપ અને બીટીપીનું ગઠબંધન થશે કે નહિં તેની જાહેરાત કરવામાં આવશે.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાની ડેડિયાપાડા બેઠક માટે નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ બહાદુર વસાવા અને બિટીટીએસ ગુજરાત પ્રમુખ ચૈતર વસાવાએ છોટુ વસાવા અને મહેશ વસાવાની હાજરીમાં પોતાની સક્ષમતા નોંધાવી છે. જો કે અગાઉ પણ ચૈતર વસાવાએ આ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. બન્નેની એક બાબત સ્પષ્ટ છે કે જો મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી ચૂંટણી ન લડે તો જ અમારી ટિકિટ માટેની માંગણી છે નહિતર નહિ.



બીટીપીના કાર્યકરોએ ડેડિયાપાડા બેઠક માટે ટિકિટની માંગણી કરતા અનેક ચર્ચા થઈ રહ્યા છે. જો મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી ચૂંટણી ન લડે તો તેઓ પોતાના પિતા છોટુ વસાવાની સુરક્ષિત ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ જો આવા સંજોગો ઊભા થાય તો છોટુ વસાવા રાજકીય સન્યાસ લઈ માત્ર પક્ષ માટે કામ કરે એવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકીય પંડિતોનું કેહવુ છે કે ડેડિયાપાડામાં કોંગ્રેસ સાથે બીટીપીનું ગઠબંધન થાય તો જ એ બેઠક બીટીપી જીતી શકે તેમ છે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના ડેડિયાપાડા બેઠક જીતવી તે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular