નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. એસીબીએ સુરતના સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર સહિત એક ખાનગી વ્યક્તિને 15 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ફરિયાદીને બેનામી વ્યવહાર કર્યાના નામે ધમકાવીને લાંચ લેતા હતા.
માહિતી અનુસાર, ફરીયાદીના ભાઇ કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. ઉપરોકત જણાવેલ ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ આરોપી સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવત વેરીફીકેશન માટે ગયેલા અને દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માંગેલા. તે દરમિયાન બંને આરોપીએ જણાવ્યુ હતું કે, સાહેદની ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવેલુ નથી, સાહેદે ધંધો કરે તે અંગે રજુ કરેલા પુરાવાને ધ્યાને ન લઇ સાહેદ અને ફરીયાદીને અત્યાર સુધી રૂપિયા ૩૮,૦૦,૦૦૦ નો ધંધો કર્યો છે.
ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરીયાદી અને સાહેદને જણાવી કાયદેસર કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની વાત કરી પ્રથમ રૂપિયા વીસ હજાર લાંચની માંગણી કરી હતી ત્યારબાદ સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલી ફરીયાદીના ભાઇના સી.એ. ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બંને આરોપી આવેલા તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરેલી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવતએ ફરીયાદી સાથે વાતચીત કરી અને ઇન્સ્પેકટર કહેવાથી જીમ્મી વિજયકુમાર સોની (ખાનગી વ્યકિત)એ રૂપીયા ૧૫,૦૦૦ની લાંચની રકમ સ્વીકારીને ઇન્સ્પેક્ટરને આપ્યા હતા. આમ લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલા પુરાવા આધારે આરોપી સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવતએ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. એસીબીએ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કર્યો હોવાથી તેમને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











