નવજીવન ન્યૂઝ.દાહોદ: ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા શનિવારે હતી જેમાં હિન્દી નું પેપર ચાલુ હતું તે વખતે જવાબો સાથે પેપર સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગયું હતું સોશિયલ મીડિયા પર ફરતા થયેલા પેપર અંગે તંત્રે તપાસ કરતા તંત્રને માલુમ પડયું એ પેપર દાહોદ જિલ્લાના સંજેલીમાંથી વાયરલ થયું છે પોલીસે આ મામલે પાંચ આરોપીઓને અટકમાં લઇ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ગત તારીખ 9 એપ્રિલ ધોરણ10નુ હિંદી વિષયનું પેપર હતું આ પરીક્ષા પૂરી થાય તે પહેલાં જ પેપર સાથે તેના જવાબો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. આખી ઘટનાને લઇ ભારે ઊહાપોહ મચી ગયો હતો શિક્ષણ જગતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા તંત્રને તાત્કાલિક દોડધામ શરૂ કરવાની ફરજ પડી હતી. આ મામલે તંત્રની તપાસ કરતાં જે ફેસબુક એકાઉન્ટ પરથી પેપર જવાબ સાથે વાયરલ થયું હતું. તે એકાઉન્ટ દાહોદના સંજેલી ના ચમારીયા હોળી ફળિયામાં રહેતા ઘનશ્યામ જગદીશ ભાઈ ચારેલનું હોવાનું સામે આવ્યું હતું.
વધુ તપાસમાં બહાર આવ્યું કે ઘનશ્યામ ની આ પેપર સંજેલી માં રહેતા સુરેશ દલસીંગ ડામોર ના નંબર ઉપરથી whatsapp દ્વારા ૧૧.૫૨ એ જ જવાબો સાથે મોકલી આપવામાં આવ્યું હતું. સુરેશ ડામોરની ઉલટ તપાસ દરમિયાન જાણકારી મળી કે તેનો પુત્ર ચિરાગ ધોરણ 10માં પરીક્ષા આપી રહ્યો છે હિંદી વિષયનું પેપર મૂળ મહિસાગર જિલ્લાના કાળીબેલના રહેવાસી અને નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેષ મોતીભાઈ પટેલે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે સીંગવડ તાલુકાના મહેસાણામાં રહે છે તે અમિત ભરતાભાઈ તવિયાડનો સંપર્ક કરાવી આપ્યો હતો.
આ અમિતે હિન્દીની પરીક્ષા નુ પેપર સમય કરતાં ઘણું વહેલા સુરેશ દલાલ સિંગ ડામોર ને મોકલી આપ્યો હતો આ પેપર ની પ્રિન્ટ કઢાવવા માટે સુરેશે તેના મિત્ર જયેશ દલસુખ ડામોર ને ફોન કર્યો હતો જય છે તેને ઘરે બોલાવીને આ પેપર ની પ્રિન્ટ કઢાવવા માટે તેના સંબંધી ઘનશ્યામ જગદીશ ચારેય મોકલી આપ્યું હતું. આખું ચિત્ર સ્પષ્ટ થતાં આ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે અને કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસ કરી રહી છે કે આ અમિત પાસે પેપર કેવી રીતે પહોંચ્યું. જોકે બીજી તરફ શિક્ષણ બોર્ડ એવું પણ કહ્યું છે કે આને પેપર ફૂટયું ના કહેવાય.








