Saturday, July 13, 2024
HomeGeneralકેમેરા પાછળની ન્યૂઝનો માણસ એટલે ઉજ્જવલ ઓઝાઃ રોજનો 25 રૂપિયા પગાર હતો, આજે આજતકનો એસોસિયટ સિનિયર...

કેમેરા પાછળની ન્યૂઝનો માણસ એટલે ઉજ્જવલ ઓઝાઃ રોજનો 25 રૂપિયા પગાર હતો, આજે આજતકનો એસોસિયટ સિનિયર કેમેરામેન છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મારો જન્મ નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો, અમારા પરિવારમાં શિક્ષણને ખુબ મહત્વ મળે, પરંતુ મારો શિક્ષણ પ્રત્યે જરા પણ લગાવ નહીં, 1994માં મેં એસએસસીની પરિક્ષા આપી અને નાપાસ થયો, બસ હવે શું કરવુ તેની કઈ જ ખબર ન્હોતી, મારા કાકાનો દિકરો હર્ષેન્દુ ઓઝા માહિતી ખાતામાં કેમેરામેન તરીકે કામ કરતો હતો, તેણે મને પુછયુ કેમેરા એટેન્ડન્ટ તરીકે મારી સાથે આવીશ? કેમેરા એટેન્ડન્ટ તરીકે શું કામ હોય, શું કરવાનું, તેની પણ ખબર ન્હોતી, પણ તેણે મને કહ્યું તને રોજ ઉપર બોલાવશે અને જેટલા દિવસ કામ મળે એટલા દિવસ રોજના 25 રૂપિયા આપશે, હું તૈયાર થઈ ગયો, કેમેરામેનની પાછળ કેમેરા અને વીએસઆર ઉચકી ફરવા સિવાય કોઈ કામ ન્હોતુ. આ શબ્દો છે હાલમાં આજતકમાં એસોસિએટસ સિનિયર કેમેરામેન તરીકે કામ કરતા ઉજ્જવલ ઓઝાના.- Advertisement -

ઉજ્જવલ કહે છે કેમેરા એટેન્ડન્ટ તરીકે કામ કરવાની સાથે હું લાઈટમેન તરીકે પણ કામ કરતો હતો, પણ મનમાં એક નક્કી કર્યુ હતું કોઈ પણ કિંમતે જીંદગી આ રીતે પસાર કરવી નથી, મને કેમેરા શીખવાડવામાં હર્ષેન્દુ અને અભિલાષ ઘોડાએ ખુબ મદદ કરી, હું નિમિષ દેસાઈની સિરિયલમાં પણ લાઈટ મેન તરીકે કામ કરતો હતો, પણ મને સિરિયલ પાછળની ઝાકમજોળ મને કયારેય આકર્ષી શકી નહીં, કામ શીખતા શીખતા હું અનેક કેમેરામેન અને પત્રકારોના સંપર્કમાં આવ્યો, ટીવીમાં કામ કરતી વખતે મને સિનિયર પત્રકાર નિર્ણય કપુરે રીતસર ફટકારી કામ શીખવાડયુ છે. સામાન્ય રીતે કેમેરામેન રિપોર્ટરની સૂચના ચાકર હોય છે, પરંતુ નિર્ણય કપુરે મને કેમેરાની પાછળથી ન્યુઝની ઓળખ કેવી રીતે કરવી તેની સમજ આપી.

મેં મન બનાવી લીધુ હતું કે હું કેમેરામેન તરીકે ન્યૂઝમાં કામ કરીશ કારણ સમસ્યા એવી હતી કે સિરિયલ્સની દુનિયામાં પંદર દિવસ કામ મળે અને પંદર દિવસ કામ ના પણ મળે, મારા ઘરની સ્થિતિને ધ્યાનમાં લેતા મને દર મહિને ચોક્કસ રકમ મળે તે જરૂરી હતું.

- Advertisement -


2001માં આજતક ચેનલ શરૂ થઈ, તેનો કેમેરા મેન હતો રાજુ સોંલકી તે મને આજતકના પત્રકાર ધીમંત પુરોહીત પાસે લઈ ગયો, રાજુએ મને કેમેરાની ખુબ સમજ આપી આ જ પ્રમાણે એનડીટીવીના કેમેરામેન પ્રણવ જોષીને પણ અડધી રાતે કોઈ સમસ્યા લઈ મળવા જાવ એટલે મદદ માટે હાજીર હોય આજતકમાં, મેં કોન્ટ્રાકટ ઉપર બે વર્ષ કામ કર્યુ, હું કેમેરામેન હોવા છતાં મારે ન્યૂઝની સેન્સ કેવી રીતે પકડવી, ડાબા હાથનું કામ જમણા હાથને ખબર પડે નહીં તેની સીક્રેસી કેવી રીતે રાખવી તે મને ધીમંતભાઈ પાસેથી શીખવા મળ્યુ મને જયારે આજતકે કાયમી કેમેરા મેન બનાવાવનો નિર્ણય કર્યો ત્યારે હું ટ્રેઈની કેમેરામેન હતો આજે વીસ વર્ષ આજતકમાં થઈ ગયા હું એસોસિયએટ કેમેરામેન છુ.

હું પત્રકાર અને ઉજ્જવલ કેમેરામેન અમે પહેલી વખત કયારે મળ્યા તે યાદ નથી પણ અમારી વચ્ચે અનાયસે મિત્રતા થઈ, અમારે બંન્નેને વ્યવસાઈક કોઈ સંબંધ નથી, છતાં ઉજ્જવલ ઓઝા એક જીવનનું એવુ પાત્ર કે જીવનની કોઈ બાબતને ગંભીરતાથી લેતો નથી તેવુ લાગે, પણ ખરેખર તે જીવનની એક એક ક્ષણની કિંમત સમજે છે, અમદાવાદ જ નહી આખા ગુજરાતમાં ઉજ્જવલ ઓઝાના નામથી કોઈ પત્રકાર અજાણ હોય નહીં, તેનું એક જ કારણ કોઈને પણ તકલીફ હોય ઓઝા તમારી સામે 108ની જેમ હાજર હોય અને તમારી મદદ કરી ગાયબ થઈ જાય. સારો પત્રકાર અને સારા કેમેરામેન હોવુ એક બાબત છે સારા માણસ હોવુ અને તેમાં ટકી રહેવુ અઘરૂ હોય છે. ઓઝા જીવનની આ પરીક્ષા રોજ આપે છે ઉજ્જવલ ઓઝા અને ગોપી મણીયાર બે દસકાથી સાથે કામ કરે છે, પણ બંન્નેને સાથે જોવાની અને તેમના સંવાદ સાંભળવાની પણ મજા છે, ઉજ્જવલને ગોપી કાયમ ઓઝા નામથી બોલાવે છે, ઓઝાને થોડા મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો ત્યારે ગોપીની આંખમાં આંસુ હતા.

- Advertisement -
1994માં ઉજ્જવલ એસએસસીની પરીક્ષામા નાપાસ થયો પણ તેની કાકાની દીકરી કેતકીનો આગ્રહ હતો કે ઉજ્જવલે એસએસસી તો પાસ કરવી જ પડશ કેતકીની મહેનત અને હઠને કારણે ઓઝાએ એસએસસીની પરીક્ષા તો પાસ કરી પણ દર વર્ષે એક જ પેપર પાસ કરીશ તેવી તેની હઠ હતી. ઉજ્જવલને બહુ વહેલી ખબર પડી ગઈ હતી કે એસએસસીની પરીક્ષા કરતા જીંદગીની પરીક્ષા વધારે અઘરી હોય છે અને તે રોજ પાસ કરવી પડતી હોય છે, કારણ જીંદગી સીલેબર્સ પ્રમાણે પરીક્ષા લેતી નથી.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular