નવજીવન ન્યૂઝ. દાહોદ: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સામે જજૂમી રહેલા દાહોદના પૂર્વ મામલતદારની હાઇકોર્ટમાં જીત થઈ છે. હાઇકોર્ટમાં ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે અને 3 માહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર પાછા લેવા માટે સરકારને આદેશ કરવામાં આવ્યો છે.
પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ અને સરકાર વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં ચિંતન વૈષ્ણવની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ ત્રણેક વર્ષ પહેલાં દાહોદ ખાતે ફરજ પર હતા ત્યારે કોઈ ઠોસ કારણો ન હોવા છતાં રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. ચિંતન વૈષ્ણવને ફરજમુક્ત કરી દેવાતા લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી.
પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ ઈમાનદારી અને પ્રજાહિતની કામગીરી ભ્રષ્ટતંત્રના ઠેકેદારોને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેથી ચિંતન વૈષ્ણવને રાજ્યના છેવાડાના વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 માર્ચ 2019ના રોજ ફરજમુક્ત કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરાયો હતો.
મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ ત્રણ વર્ષ અગાઉ આપવામાં હતો. તેમને બરતરફ કરવાના આદેશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરિતીનો આરોપ નથી પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. ચિંતન વૈષ્ણવની ફરજના 7 વર્ષ દરમિયાન 11 વખત બદલી કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સામેની લડત બાદ હાઇકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપી 3 મહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર લેવા સરકારને આદેશ કર્યો છે. ઉપરાંત સિનિયોરિટી પ્રમાણે તમમ હક-હિસ્સો આપી ફરજ પર લેવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











