Thursday, April 16, 2026
HomeGeneralવર્લ્ડ બેન્ક અમદાવાદને 3 હજાર કરોડની લોન આપશે, જાણો ક્યાં વાપરવામાં આવશે

વર્લ્ડ બેન્ક અમદાવાદને 3 હજાર કરોડની લોન આપશે, જાણો ક્યાં વાપરવામાં આવશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજિત 3 હજાર કરોડની લોન આપવામાં આવશે. જુલાઈ સુધીમાં બધી પ્રક્રિયાઓ પૂરી કરીને અમદાવાદ મહાનગર પાલિકાને લોન આપવામાં આવશે. ગુજરાતમાં વિવિધ યોજનાઓની પ્રગતિ નીહાળવા વર્લ્ડ બેન્કની ટીમ રાજ્યમાં 13 એપ્રિલ સુધી રહેશે.


ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની બેઠક યોજાઈ હતી. શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ, મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ કુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ આ બેઠકમાં જોડાયા હતા.

રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સસ્ટેઇનેબલ અને સમયાનુકૂળ વિકાસ કામોને ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા જુદા-જુદા પ્રોજેક્ટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરની આગામી 2050ના વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ્સ હાથ પર ધરવામાં આવેલા છે. વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવનારી લોન હેઠળ હાથ ધરવામાં આવનારા કામોમાં ટેકનોલોજી અપગ્રેડેશન, હયાત એસ.ટી.પીની ક્ષમતામાં વધારો અને નવા એસ.ટી.પી.ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનિલંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ઉપરાંત તળાવોનો વિકાસ કરવોતેની સારસંભાળની સાથે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે.


- Advertisement -

વર્લ્ડ બેન્કની ટિમ 13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમિયાન અમદાવાદ મહાપાલિકાના પ્રોજેક્ટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ અહેવાલો આધારે આગામી જુલાઇ સુધીમાં લોનની પ્રક્રિયા પૂરી કરી લોન આપશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular