જયંત દાફડા(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં સરકારી ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી લોકોને ઠગતી રાજસ્થાનની ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. શોર્ટકટ રીતે પૈસા કમાવવા માટે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરતી ટોળકી સરકારી ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપીને લોકો જોડે છેતરપીંડી કરતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્પેકટર સી.આર. જાદવને બાતમી મળી હતી કે, હરીશ પ્રજાપતિ (રહે. સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર મીઠાના મુવાડા, રવિપ્રતાપસિંગ રાવત (રહે. બિયાવર), પુરવીન્દરસિંગ ઉર્ફે કરનલ (રહે. અજમેર)એ રાજસ્થાન અને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના નોકરીથી વંચિત ઉમેદવારોને ગુજરાતમાં આવતી જુદી-જુદી સરકારી ભરતીમાં નોકરી આપવાની લાલચ આપીને તેમની પાસેથી મોટી રકમ પડાવતો હતો. આમાનો રવિપ્રતાપસિંગ રાવત અમદાવાદના રીંગ રોડ દહેગામ તરફ જવાના રોડ પરથી જવાનો છે. બાતમીના આઘારે તપાસ કરતા રવિપ્રતાપસિંગ રાવત મળી આવ્યો હતો.
સમગ્ર બાબતે અઘિક પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચના અઘિક્ષક હિતેશ જોયસર અને એ.એસ.પી. વિજયસિંહ ગુર્જરને માહિતી મળી હતી કે, રાજસ્થાનના શખ્સ સરકારી ભરતીઓના નામે લોકો પાસે પૈસાની ઉઘરાણી અને છેતરપિંડી કરી રહી છે. આ માહિતીના આઘારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા માટે કામ પર લાગી હતી. તે દરમિયાન એક આરોપી રવિપ્રતાપસિંગ રાવતને ઝડપી પાડયા હતો. તેની પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાં વિવિધ ઉમેદવારોના ફોર્મ અને વિગતો હતી.
પકડાયેલા આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, હરેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ દહેગામમાં એક કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ ચલાવી રહ્યો હતો. આ વ્યક્તિ સરકારી ભરતી માટે રાજસ્થાના લોકોને ગુજરાતમાં નોકરીની લાલચ આપીને ફોર્મ ભરાવડાવ્યા હતા અને તેમની પાસેની પૈસા પડાવતા હતા. આ ટોળકી પાસેથી LRD, PSI, AMC, તલાટીના ફોર્મ મળી આવ્યા હતા, ઉપરાંત ફોર્મ પર PST પાસના સિક્કા મારેલા હતા. જેમાના 3 ઉમેદવાર શારિરીક રસોટીમાં નાપાસ થયેલા હતા અને 10 ઉમેદવારોએ પરીક્ષાના ફોર્મ જ ભર્યા ન હતા. આ ટોળકી કુલ 81 ઉમેદાવારો પાસેથી પૈસા ઉધરાવ્યા હતા, જેમાંથી PSIના 10 ઉમેદવારો, LRDના 50 ઉમેદવારો, તલાટીના 6 ઉમેદવાર, આર્મીના 11 ઉમેદવાર, AMC માટેના હતા.
આરોપીઓએ 81 ઉમેદવારો પાસેથી 3.5 કરોડ જેટલા રકમ પડાવી લીઘી હતી. PSI માટે 10 લાખ, LRD માટે 5 લાખ, LRD મહિલા માટે 4 લાખ, તલાટી માટે 5 લાખ, જુનિયર ક્લાર્ક માટે 2.5 લાખ, આર્મી માટે 1.5 લાખ ઉમેદવાર પાસેથી પડાવતા હતા. 81 ઉમેદાવારોમાંથી 60 રાજસ્થાનના, 4 યુપીના છે. આ ટોળકી ઉમેદાવારોના વતનનું સરનામુ ખોટી રીતે બદલીને ગુજરાતના જિલ્લામાં બતાવવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે કુલ 3ની ધરપકડ કરી છે. ઉમેદવારોને ગોતીને લાવનાર ગોવિન્દરસિંહ અને શાહરુખને વોન્ટેટ છે.








