નવજીવન ન્યૂઝ. મુંબઈ: સ્થાનિક શેરબજારમાં 4 એપ્રિલ, 2022, સોમવારના રોજ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં બીએસઈ સેંસેક્સ 1000 અંક સુધી ઉછળ્યો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સે 60,000ની સપાટી પાર કરી હતી. આ સાથે જ એનએસઈ નિફ્ટીએ પણ 18,000ની સપાટી ક્રોસ કરી હતી. શરૂઆત કરતા સેન્સેક્સ 599.50 અંક એટલે કે 1.01% ના વધારાની સાથે 59,876.19 ના સ્તર પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 150.40 અંક એટલે કે 0.85% ના સ્તર પર 17,820.90 ના સ્તર પર ખુલ્યો.
સવારે 10.07 વાગ્યે સેન્સેક્સ 1,417.18 અંક એટલે કે 2.39% ના વધારાની સાથે 60,693.87 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, નિફ્ટી 395.45 પોઇન્ટ અથવા 2.24% વધીને 18,065.90 પર હતો. આજે સવારે એચડીએફસી અને એચડીએફસી બેન્કના મર્જરના સમાચાર બાદ તેમના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. એચડીએફસીનો શેર 8.37 ટકા વધીને 2,656.10 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. એચડીએફસી બેન્કનો શેર લગભગ 8 ટકા વધીને 1,623.65 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે.
ઓપનિંગમાં સેન્સેક્સના 24 શેર લીલા નિશાનમાં અને 6 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીએસઇમાં એચડીએફસી અને એચડીએફસી બેન્ક ઉપરાંત બજાજ ફાઇનાન્સ, કોટક, ટેક મહિન્દ્રા, ટાઇટનના શેર્સ સૌથી વધુ ગેઇનર્સ હતા. આ સાથે જ ઇન્ફોસિસ, એમએન્ડએમ, મારુતિ, આઇટીસીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઇ સવારે લાલ નિશાનમાં હતા. આ સાથે જ હોંગ સેંગ અને કોસ્પીએ ધાર બતાવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











