Thursday, April 16, 2026
HomeGeneralગુજરાત: તબીબોની હડતાળમાં દર્દીઓની સ્થિતિ કફોડી, હડતાળમાં રહેલા તબીબો OPD અને ઈમર્જન્સી...

ગુજરાત: તબીબોની હડતાળમાં દર્દીઓની સ્થિતિ કફોડી, હડતાળમાં રહેલા તબીબો OPD અને ઈમર્જન્સી સેવામાંથી છટક્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આજે 10 હજારથી વધુ સરકારી તબીબ હડતાલ પર ઉતાર્યા છે. તબીબની અચોક્કસ મુદ્દત હડતાળના કારણે દર્દીઓની હાલત કફોડી લની ગઈ છે. હડતાલના કારણે ઓ.પી.ડી ઈમરજન્સી સેવા બંઘ રહેશે. ઓ.પી.ડી બંઘ રહેવાના કારણે તમામ પ્રકારના ઓપરેશન અટવાઈ પડશે. પડતર પ્રશ્નો ઉકેલ ન આવતા તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ ન સ્વીકારાતા સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. અગાઉની હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા તબીબે ફરી હડતાળનું હથિયાર ઉપાડયું છે. GMERS ફેકલ્ટી એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના તબીબ અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.

તબીબ ડતાળ અંગે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યું હતું કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. 16 મે 2021ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો. સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાઈ ગયો છે. ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર રદ્દ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યું નથી. 31 માર્ચ વિતી ગઈ હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો અંગે નિર્ણય લીધો છે.



તબીબોની માગ છે કે છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં નથી આવી તે તાત્કાલિક ધોરણે આપવામાં આવે. ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં 400 જેટલી પોસ્ટ ખાલી છે અને તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેથી બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. અગાઉ 16 મેના રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ્દ કર્યો હતો. તેને ફરી અમલમાં મુકવામાં આવે. રિટાયર્ડ તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. ઉપરાંત તબીબોની કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરી કાયમી ભરતી કરે. સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક અમલ કરવામાં આવે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular