Saturday, July 4, 2026
HomeGeneralસુરત: HM હર્ષ સંઘવીએ પોતાનો કાફલો અટકાવી આત્મહત્યા કરવા જતી યુવતીને...

સુરત: HM હર્ષ સંઘવીએ પોતાનો કાફલો અટકાવી આત્મહત્યા કરવા જતી યુવતીને સમજાવી પોલીસ સ્ટેશન મોકલી જુઓ વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. સુરત): સામાન્ય રીતે પ્રજાનો પ્રતિનિધિ મંત્રી થાય ત્યારે બાદ તેમનો સંપર્ક લોકો સાથે તુટી જતો હોય છે કારણ સરકારી લાલ લાઈટવાળી કાર ,અને કમાન્ડોનો તેમજ પ્રસંશકો વચ્ચે ઘેરાઈ ગયા પછી આમ આદમીની તકલીફ ભાગ્યે મંત્રી સુધી પહોંચતી હોય છે, પણ મંત્રી યાદ રાખે તેમનો આ રૂતબો લોકોના કારણે અને તેમણે લોકોના સંપર્કમાં રહેવાનું છે તો ચોક્કસ મંત્રી અને પ્રજાનું ભલુ થાય છે, રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી આ મામલે બીજા મંત્રીઓ કરતા થોડાક જુદા પડે છે., તેમના સુરતના પ્રવાસ દરમિયાન તેમણે ઉમરાના પાલબ્રીજ ઉપરથી આત્મહત્યા કરવા જતી યુવતી જોઈ પોતાનો કાફલો અટકવ્યો તેની સાથે સંવાદ કર્યો અને પોલીસ અધિકારીઓને બોલાવી લીધા, હર્ષ સંઘવીના આ પ્રયાસનો વિડીયો સોશીયલ મિડીયામાં ખુબ વાયરલ થયો અને લોકોએ તેમની પ્રસંશા કરી .



ગૃહ રાજય મંત્રી હર્ષ હર્ષ સંઘવી સુરતના ઉમરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાલબ્રીજ ઉપરથી પડતુ મુકી એક યુવતી પોતાના જીવનનો અંત આણવા માગતી હતી, પણ પોતાના કાફલામાં પસાર થઈ રહેલા હર્ષ સંઘવીએ આ દર્શ્ય જોતા પોતાનો કાફલો ઉભો રાખી, યુવતીને અટકાવી અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો સાથે ખાતરી પણ આપી કે જીવનો અંત તેના પ્રશ્નનો અંત નથી જે પણ સમસ્યા હશે તે ઉકેલાઈ જશે, તેમણે તરત સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ ત્યાં બોલાવી લીધા અને યુવતીને તેમની સાથે પોલીસ સ્ટેશન મોકલી યુવતીની જે પણ સમસ્યા હોય તેનો ઉકેલ લાવવા સુચના આપી હતી. આ વિડીયો હાલમાં સોશીયલ મિડીયામાં ખુબ જોવાઈ રહ્યો છે જુઓ વિડીયો
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular