નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં મહિલાને તરછોડી દેવાની ઘટના પ્રકાશિતમાં આવી છે. એક જ ફ્લેટમાં રહેતા પરણિત યુવકે અન્ય યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા લીધા હતા. કોઈ એક પત્નિ સાથે રહેવા માટે પતિએ એક અજીબો-ગરીબ શરત મુકી હતી. પતિને દેવુ થઈ જતા જે પત્નિ 5 લાખ રુપિયા આપશે તેની સાથે જ તે રહેશે.
મળતી માહિતી અનુસાર, નવાં નરોડામાં રહેતો યુવક બ્રોકર તરીકે કામ કરે છે. જે પરણિત હતો અને તેના બાળકો પણ હતા. યુવતીનાં પતિએ અગાઉ લગ્ન કરેલ હતા પણ તે તેને છોડીને બાળકો લઈને જતી રહી હતી. આઠ મહિના અગાઉ તેના જ ફ્લેટમાં રહેતી 30 વર્ષીય યુવતી બ્યુટી પાર્લર ચલાવતી ગુજરાન ચળવતી હતી. તેના પ્રેમમાં આ યુવક પડ્યો હતો અને ત્યાર બાદ તેની સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. યુવતીના પતિને પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા ન હતા. એક દિવસ પતિની પહેલી પત્ની આવી અને મકાનની ચાવી માગતા પતિએ આપી દીધી અને યુવતીનો પતિ ક્યારેક ક્યારેક તેની પહેલી પત્નીને મળવા પણ જતો હોવાની જાણ યુવતીને થઈ હતી.
યુવતીને આ વાતની જાણ થઈ હતી કે તેનો પતિ પહેલી પત્ની સાથે પણ સંબંધ રાખે છે અને તેની સાથે ફરવા પણ જાય છે. જેથી યુવતીએ પતિને આ વાતની જાણ કરતાં તેણે કહ્યું કે તારા પિતાએ કઈ આપ્યું નથી મારે દેવું થઈ ગયું છે પિયરમાંથી 5 લાખ લઈ આવ. યુવતીએ કહ્યું કે મારા પિતા મારી સાથે બોલતા પણ નથી તો પૈસા ક્યાથી લાવું, આ વાત સાંભળતા જ પતિ ઉશ્કેરાય ગયો અને ગાળાગાળી કરી માર માર્યો હતો. પતિએ કહ્યું પહેલી પત્ની સાથે સબંધ રાખીશ જો તે પૈસા આપશે તો એને રાખીશ કહીને ત્રાસ આપતો રહેતો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











