નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં બનતી અવિરત ઘટનાઓ શ્રમિકો અને રાહદારીઓનો ભોગ લઈ રહી છે. રસ્તાઓ પર સર્જાતા અકસ્માતો, આગની ઘટનાઓ વગેરે અકસ્માતોમાં રોજ અનેક લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ તૂટી પડતાં (platform collapses) ત્રણ શ્રમિકો મૃત્યુ પામવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન નામની સાઇટ પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકો મોતને ભેટ્યા છે. રાત્રિ દરમિયાન ઝવેરી ગ્રીન સાઈટ પર કામ ચાલુ હતું તે સમયે 12 માળે કામ કરી રહેલા મજૂરો નીચે પટકાયા હતા. પાલખ તૂટી પડતાં ત્રણ મજૂરો નીચે પટકાઈ જવાથી ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્રણેય શ્રમિકોએ જીવ ગુમાવી દીધો હતો.
ઝવેરી ગ્રીન સાઈટ પર બનેલી ઘટના એક રીતે આકસ્મિક લાગે છે, પણ ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આટલી મોડી રાત્રે શ્રમિકોને કામ કરવાની પરમીશન હતી? કામ કરી રહેલા શ્રમિકો માટે સુરક્ષા અંગેની કોઈ વ્યવસ્થા બિલ્ડરો દ્વારા કરવામાં આવી હતી વગેરે સવાલો ઊભા થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તરપ્રદેશના હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








