નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં જે જાનહાનિ થઈ તે ભવિષ્યમાં ફરીથી ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત જાહેર સ્થળોએ, મોલમાં અને મલ્ટિપ્લેક્સમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવાર-જવર હોય ત્યાં આવતા વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ કરવું અને મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા ઊભી કરવી તેવો હુકમ કરવામાં આવ્યો છે.
જાહેરનામામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આરોપીઓ પહેલાની જેમ વાહનોમાં વિષ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાને ફરીથી અંજામ આપી શકે છે જેની તકેદારી રૂપે હવે બાઇક, કાર, સાઇકલ અને ઇલેક્ટ્રીક વાહનો વેચતા ડિલર્સ, એજન્ટ્સ અને દુકાનોને વાહન વેચતી વખતે ખરીદનાર વ્યક્તિના ઓળખ અને રહેઠાણના પુરાવા સાચવી રાખવા અનિવાર્ય છે.
વાહન ખરીદનારનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય ત્યાંનુ ઓળખપત્ર અથવા તો શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદસભ્ય તરફથી મેળવેલુ ઓળખપત્ર કે પ્રમાણ પત્ર ગ્રાહક પાસેથી વાહન વિક્રેતાઓએ લેવાનું રહેશે. વાહન વેચનારે બિલમાં ગ્રાહકનું નામ, સરનામું અને ફોન નંબર લખવાનો રહેશે. તે ઉપરાંત બિલમાં સાયકલ કે સ્કૂટરનો ફ્રેમ નંબર કે ચેચિસ નંબર પણ લખવો જરૂરી છે. અમદાવાદ પોલીસ કમિશનરનું આ જાહેરનામું આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે.
અમદાવાદ પોલીસ નું જાહેરનામું#AhmedabadPolice #GujaratPolice #police #ahmedabad @GujaratPolice @AjayChoudharyIN pic.twitter.com/MNrTvYG7oS
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 20, 2022
આ ઉપરાંત મોલ, મલ્ટિપ્લેક્સ અને જાહેર સ્થળોએ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચેકકિંગ માટે અંદર વ્હીકલ મિરર/સ્કેનરનો ઉપયોગ કરવો અને મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા ઊભી કરવાના સૂચનો કરવામાં આવ્યા છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળોએ હથિયાર અથવા તો એક્સ્પ્લોઝિવ પદાર્થ લઈને પ્રવેશ ન કરી શકે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












