નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભાવનગરના ડમીકાંડ (Bhavnagar Dummy Case) યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) કરેલા ઘટસ્ફોટ બાદ પોલીસ (Gujarat Police) તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હાલ સુધીમાં પોલીસે સત્તાવાર 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. સાથે જ પ્રકાશ ઉર્ફે પી. કે. દવેને BRC કૉ-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ડમીકાંડમાં (Dummy Scam) નામ ખુલ્યા બાદ DEO કિશોર મૈયાણી વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવ્યાના અહેવાલ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ડમીકાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા પર પણ તોડકાંડના આરોપ લાગતા યુવરાજસિંહે પણ ફરી એક વખત ગંભીર યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
યુવરાજસિંહ પર તોડકાંડના આરોપ બાદ યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવતો એક વીડિયો(Video) જાહેર કર્યો છે. જે વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે આ ડમીકાંડમાં 70 જેટલા લોકો સામેલ છે પરંતુ માહિતી 36 જેટલા લોકોની જ કેમ સામે આવી છે? તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે ‘તો હું માની લઉં કે તમે પૈસા ખાધા છે?’ તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 12-12 વર્ષથી આ કોભાંડ ચાલી રહ્યું હતું અને કોઈ પણ ભરતી બાકી નથી રાખવામાં આવી. છેલ્લા 12 વર્ષમાં કેટલાય મંત્રીઓ બદલાઈ ગયા કેટલાક મુખ્યમંત્રીઓ પણ બદલાઈ ગયા તો શું મારે એમ માની લેવું કે આ તમામે પૈસા ખાધા હશે માટે આ પ્રકરણ દબાવી રાખવામાં આવ્યું હશે?
યુવરાજસિંહે (Yuvrajsinh) ડમીકાંડની ગંભીરતા અને વ્યાપ જણાવતા કહ્યું હતું કે આ કૌભાંડ (New Scam) વ્યાપમ ગોટાળા કરતા પણ વધારે મોટું કૌભાંડ છે. આ વાત કોઈને નથી દેખાતી અને કોઈને ગંભીરતા પણ નથી. પણ હવે હદ ત્યારે થઈ છે કે આરોપ લાગી રહ્યા છે કે ‘યુવરાજસિંહ પૈસા ખાધા છે, યુવરાજસિંહે નામ છુપાવ્યા છે.’
યુવરાજસિંહે નવો ઘટસ્ફોટ કરવાની તૈયારી બાબતે જણાવ્યું હતું કે, ‘મારી પાસે આ માહિતી કરતા પણ મોટી માહિતી છે અને ભયાનક સ્કેમની વિગતો છે. હું તેના પર કામ કરી રહ્યો છું. સમય આવ્યે હું તેને પણ જગજાહેર કરીશ. હું ડંકાની ચોટ પર કહુ છું કે મે કોઈ પૈસા લીધા નથી. મને જેલમાં પણ ધકેલી દેવામાં આવશે તો પણ હું આ વાત સાબિત કરી બતાવીશ. અંતે સત્યની જ જીત થશે.’
યુવરાજસિંહે કૌભાંડીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, હું તેમને છોડીશ નહીં. હું સત્ય સામે લાવીને જ જંપીશ. ઉપરાંત તેમણે NIOS અને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પણ મોટું કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ વન વિભાગની ભરતીમાં પણ મોટું કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796