Thursday, June 25, 2026
HomeGujaratઅમદાવાદના એક પોલીસ ઈન્સપેકટરે બનાવેલો વિડીયો હમણાં ધુમ મચાવી રહ્યો છે જુઓ...

અમદાવાદના એક પોલીસ ઈન્સપેકટરે બનાવેલો વિડીયો હમણાં ધુમ મચાવી રહ્યો છે જુઓ વિડીયો

- Advertisement -

ખાખી કપડામાં રહેલા પોલીસ અધિકારીમાં કોઈ કલાકાર જીવતો હોય તેવુ માનવુ લગભગ બહુ મુશ્કેલ કામ છે, પરંતુ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટ કે એસ દવેએ 15મી ઓગષ્ટના અનુલક્ષમાં એક વિડીયો બનાવ્યો છે, મુળ અમરેલીના વતની અને છેલ્લાં દોઢ દાયકાથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ઈન્સપેકટર દવે ઉપર સરસ્વતી માતાની કૃપા હોય તેવુ આ વિડીયો જોતા લાગી રહ્યુ છે.



કે એસ દવેએ 15 ઓગષ્ટના અનુલક્ષમાં બનાવેલા વિડીયોમાં ગુજરાતીમાં દેશભકિતનું ગીત છે, પણ આશ્ચર્ય તે બાબતનું છે કે આ ગીતને અવાજ ખુદ ઈન્સપેકટર દવેએ આપ્યો છે, વિડીયોના દર્શ્યમાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જેસીપી ગૌતમ પરમાર સહિત અનેક સિનિયર પોલીસ અધિકારીઓ જોવા મળે છે. સાત મિનીટના આ વિડીયોનું સંગીત પણ ખુબ સુંદર છે અને વિડીયો મીંક્ષીગ પણ ખુબ વ્યવસાયઈક રીતે થયુ છે વિડીયોને શબ્દોમાં સમજાવવા કરતા વિડીયો જુઓ તે વધારે જરૂરી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular