નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં ચરસ, ગાંજો અને એમ. ડી. ડ્રગ્સનું સેવન ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યું છે. આ નશીલા પદાર્થ વેચતા પેડલરોને પકડવા માટે અવાર-નવાર SOG સઘન કાર્યવાહી પણ કરતી હોય છે. અમદાવાદમાં (Ahmedabad) નશીલા પર્દાથનું (Narcotics) વેચાણ બેફામ થઈ રહ્યું છે, તે વચ્ચે આજરોજ બરોડાથી અમદાવાદ (Vadodara to Ahmedabad) કારમાં સંતાડી લવાતો ગાંજો (Cannabis) યુવાધન સુધી પહોંચે તે પહેલા અમદાવાદ SOGએ (Ahmedabad SOG) 3 કિલો ગાંજા સાથે એક પેડલરને (Peddler) ઝડપી પાડ્યો છે.
અમદાવાદ SOGની ટીમને બાતમી મળી હતી કે, બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર બરોડાથી CTM ટોલ ટેક્ષ તરફ જતા રીંગ રોડ બ્રિજની નીચે એક વ્યકિત પોતાની કારમાં ગાંજો રાખી વેચાણ કરવા માટે લાવી રહ્યો છે. જે બાતમીના અધારે SOGની ટીમે CTM ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ લાગતી કારને અટકાવી તપાસ કરતા કારના અંદર સીટ નીચેથી 3 કિલો 200 ગ્રામ જેટલો ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ SOGએ પેડલર શંકર કહાર જે મૂળ રામોલ અમદાવાદનો રહેવાસી છે, તેની ધરપકડ કરી તેના પાસેથી 32 હજાર રૂપિયાનો ગાંજો, કાર સહિત અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 1,41,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
SOGએ આરોપીની ધરપકડ કરી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, તે દિશામાં તપાસ હાથધરી છે. તેમજ તપાસ સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 2016માં પ્રોહિબિશન ગુનામાં રામોલ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. 2018માં પણ હુમલો કરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ અગાઉ આરોપીને ત્રણ વખત પાસા પણ થઈ ચૂકી હોવાનું સામે આવ્યુ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








