નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં રખડતા કુતરાનો આતંક સામે આવ્યો છે. શહેરમાં 5 મહિનાની ઘોડિયામાં સૂતેલી બાળકી પર કુતરાએ હુમલો કર્યો છે. કુતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું. ત્યારબાદ કૂતરું બાળકીનું લોહી ચાટવા લાગ્યું હતું. જો કે માતાની નજર પડતાં ભારે જહેમત બાદ બાળકીને બચાવી લેવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર થતાં તેને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોર પર આશિષ ટેલર રહે છે. તેમની બાળકી ઘરમાં ઉંઘી રહી હતી તે દરમિયાન કુતરાએ તેની પર હુમલો કરીને માથું ફાડી નાખ્યું હતું . આશિષ ટેલરના જણાવ્યા અનુસાર તેમની પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવી કોશીશ કરી. પરંતું કુતૂરું બાળકી પર હુમલો કરી રહ્યું હતું. જેથી મારી પત્ની દીકરીને તેડી ઘરમાંથી બહાર નિકળી ગઇ. તેમ છતાં પણ કૂતરું ઘરમાં જ રહ્યું હતું. પાંચ મહિનાની જાન્વીને સારવાર અર્થે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લાવવામાં આવી છે. જાન્વીને માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. તેની હાલત ગંભીર હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આશિષ ટેલર વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારી દીકરી ઘરમાં ઘોડિયામાં ઉંઘી રહી હતી તે દરમિયાન કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું હતું. અને મારી દીકરી પર કુતરાએ હુમલો કર્યો હતો. કુતરાનો હુમલો એટલો ઘાતક હતો કે દીકરીનું માથું ફાડી નાખ્યું હતું. દીકરી ઘોડિયામાં ઉંઘી રહી હતી તે દરમિયાન મારી પત્ની પાણી ભરવા ગયેલી હતી. પાંચ મિનિટ બાદ તે ઘરે પરત ફરી અને જોયું તો કૂતરું મારી દીકરીનું લોહી ચાટી રહ્યું હતું. પત્નીએ હિંમત કરી કૂતરાને ત્યાથી ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું કુતૂરું ત્યાંથી જતું ન હતું, જેથી મારી પત્ની દીકરીને તેડીને ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું.








