નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા શહેરમાં આગની એક ઘટના બની હતી જેમાં આગ પર કાબૂ લેવા માટે આવેલા ફાયરબ્રિગેડના વાહનમાં પણ આગ લાગી ગઈ હતી, પરંતુ સદનસીબે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. વડોદરામાં શહેરની મધ્યમાં આવેલા અલકાપુરી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી અને આગ ઉપર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આજે બપોરના સમયે વડોદરા શહેરમાં અલકાપુરી વિસ્તારમાં HDFC બેન્કની પાસે ગટર લાઇનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લગતા જ લોકોના ટોળા આગ જોવા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ ગેસના કારણે હવામાં આગ પ્રસરી હતી જેના કારણે ફાયરબ્રિગેડના વાહનને પણ આગે ઝપેટમાં લઈ લીધું હતું.
વડોદરાના અલકાપુરીમાં આગ બુઝાવા આવેલા ફાયરબ્રિગેડના વાહનમાં જ લાગી આગ#Vadodara #fire #alakapuri #navajivannews pic.twitter.com/tiKRGkgW7w
— Navajivan News (@NavajivanNews) April 5, 2022
ફાયરબ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે આવીને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી ગેસ લીકેજ થતાં તેમાં આગ લાગી હતી જેના દ્વારા ફાયરબ્રિગેડના વાહનને પણ આગ લાગી હતી. આ દૃશ્ય જોઈને આસપાસ રહેલા ટોળામાં ભયનો માહોલ પ્રસર્યો હતો.
ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ પરકરની આગની ઘટના થોડા વર્ષો અગાઉ પણ નોંધાઈ હતી, જેમાં વર્ષ 2020માં વડોદરા પોલીસ કમિશનરના બંગલાની સામે જ ગટરમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગના કારણે એક ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો અને સાત-આંઠ ગટરના ઢાંકણા ઊડ્યાં હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











