નવજીવન.ગાંધીનગરઃ કેનેડા અને અમેરિકાની બોર્ડર પર અમેરિકામાં ઘૂસતી વખતે -35 ડિગ્રી તાપમાનમાં ગુજરાતના કલોલના એક પરિવારનું મૃત્યુ થયું હતું તે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા પુષ્ટી કરવામાં આવશે કે તેઓ ડીંગુચા ગામ કલોલ તાલુકાના જ વતની હતા. આ કાર્યવાહીમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સીઆઈડી ક્રાઈમ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી છે જેમાં ગામના તલાટી પાસેથી મૃત પરિવારના દંપત્તિનું નામ મતદાર યાદીમાં છે તે સહિતની વિગતો મેળવવામાં આવી છે.
કેનેડા અને અમેરિકા બોર્ડર પરથી ગેરકાયદે રીતે માનવ તસ્કરીનો પર્દાફાશ સ્કોટયાર્ડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો જે દરમિયાન બરફ નીચે દટાઈને મોતને ભેટેલા ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ (ઉં.વ. 35), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉં.વ. 33), તેમની પુત્રી વિહંગા પટેલ (ઉં.વ. 12) અને તેમનો પુત્ર ધાર્મિક પટેલ (ઉં.વ. 3) મૃત્યુ પમ્યા હોવાનું સામે આવ્યું હતું. જે મામલાને લઈને ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નીવેદન આપ્યું હતું કે આ વિદેશનું આવું ઘેલું ન રાખવું. ડીજીપી ભાટીયાએ આ મામલે તપાસ સોંપ્યા પછી સીઆઈડીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે બનાવની તપાસ તો ત્યાંની જ પોલીસ કરશે તેવું ડીજીપીએ પણ કહ્યું હતું પરંતુ અહીં પોલીસ વિવિધ વિગતો મેળવી રહી છે.
આ ઘટનામાં એવી બાબત પણ સામે આવી છે કે આ પરિવાર સાથે 7 અન્ય વ્યક્તિઓ પણ હતા જેઓને ત્યાં ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકો ક્યાંના વતની છે તે હજુ સ્પષ્ટ જાણી શકાયું નથી. આ 7 વ્યક્તિ મૃતકોથી અલગ થઈ ગયા હતા. જે મામલામાં અહીં કલોલ રહેતા પરિવારે પોતાના સ્વજનોની ભાળ મેળવવાની વિનંતી કરી હતી. પરિવારનું કહેવું છે કે પુત્ર તો વિઝા લઈને ગયો હતો, જોકે તેઓએ વધુ પુછ્યું નહોતું. જોકે અહીં હવે સ્થિતિ એવી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું વિદેશમાં મૃત્યુ થાય તો એક વ્યક્તિ દીઠ અંદાજીત 40 લાખ માત્ર લાશ લાવવાના થાય છે. આમ ચાર વ્યક્તિ દીઠ રકમ ઘણી મોટી થશે. બીજી બાજુ તપાસ એજન્સી કલોલના ડિંગુચામાં રહેતા પરિવારના ડીએનએ લઈને આ મૃતકો સાથે મેચ કરી પુષ્ટી કરશે. ઉપરાંત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












