નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગુજરાતમાં આમ તો દારુબંધી છે પરંતુ અહીં દારુ અઢળક માત્રામાં પીવાય છે અને વેચાય છે તે એવું સત્ય છે જેનાથી કોઈ આનાકાની પણ કરી શકે નહીં, ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી બોર્ડર્સ પરથી સતત દારુ ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યો છે ત્યારે ઉનામાં પણ મોટી માત્રામાં દારુ ભરેલું ટેન્કર ઝડપાયું છે. 48.81 લાખની મત્તા સાથે ઝડપાયેલા બે બુટલેગર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સનખડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ વેલાભાઈ સોલંકી, હિતેશ વાઘેલા તથા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા ઉના ભાવનગર રોડ પર ગાંગડા ગામની સીમમાં દરોડો કરતા કન્ટેનર નં. MH૪૬BU ૦૪૬૪ માંથી ઈંગ્લીશ દારૂની પેટીઓનું કટિંગ થતું હતું. ત્યારે પોલીસે સ્થળ પર કન્ટેનરમાંથી દારૂની ૪૯૦ જેટલી પેટીઓ જેમાં ૧૧૧૬૬ બોટલ તથા ટીનની બિયર મળી કુલ ૨૩,૨૫,૬૦૦ ના મુદ્દામાલ તથા કન્ટેનર, ટ્રેક્ટર, એક મોટર સાયકલ, તથા ત્રણ મોબાઈલ જેની કિંમત ૨૫,૫૫,૫૦૦ મળી કુલ ૪૮,૮૧,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભગા ઉકા જાદવ રહે. ઉમેજ તા. ઉના તથા દિલીપ કુમાર છોટેલાલ રહે. સંગ્રામગઢ જી. પ્રતાપગઢ ઉતર પ્રદેશ વાળાને ઝડપી અન્ય કન્ટેનરના ડ્રાઈવર રાજેશ મુન્નું મિશ્રા રહે. ગનૌતપુરવા ઉતર પ્રદેશ દારૂનો જથ્થો પુરો પાડનાર જગદીશ ઉર્ફે જગી રહે. દમણ, દારૂનો જથ્થો મંગાવનાર શિવુ આહીર રહે. હેમાળ તા.જાફરાબાદ તેમજ તપાસમાં ખુલતા અન્ય બૂટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ હતી. જ્યારે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા આ દારૂ ભરેલા કન્ટેનર ક્યાંથી પસાર થયું છે અને જે સુચિત ચેક પોસ્ટો પરથી કોઈ પણ જાતની ચકાસણી કર્યા વગર જ દારૂ ભરેલા કન્ટેનર પસાર થયું હશે કે કેમ આવી ચર્ચાઓ લોકોમાં ચર્ચાઈ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












