નવજીવન ન્યૂઝ.ઉનાઃ ઉનાના ખાપટ ગામની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા દિવ્યેશ થોભણભાઈ બારડ નામના વ્યક્તિએ બચત ખાતા વિધવા સહાય સુકન્યા યોજના, જીવન વીમા સહિતની રકમ ખાતા ધારકો જમા કરાવતા હોય છે. ત્યારે અનેક લોકોને સહીઓ કર્યા વગર ૧૨ લાખથી વધુની રકમ લઇ ફરાર થઈ જતા પોસ્ટ વિભાગ દ્વારા ખાતાધારકોના નિવેદનો તેમજ સહીઓની ખરાઈ કરતા કર્મચારીએ ૧૨ લાખ ૪૯ હજાર ૮૧૮ જેટલી રકમની ઉચાપત કરતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉનાના ખાપટ ગામ તેમજ આસપાસના વિસ્તારના ખાતા ધારકો વિવિધ યોજનાઓ તેમજ બચત ખાતાની રકમો પોસ્ટ ઓફિસમાં જમાં કરાવતા હતા. દરમિયાન પોસ્ટ કર્મી દિવ્યેશ થોભણ ભાઈ બારડ નામનો કર્મી છેલ્લા ૪ વર્ષ જેટલા સમયથી ખાપટ ગામમાં ફરજ બજાવતો હતો. સુરેશ ભાઇ વીરાભાઇ વાઢેર, સંયુક્ત ખાતા ધારક ભુપત ભાઈ ગોવિંદભાઇ સાંખટ, દેવાભાઈ ટાભાભાઈ રાઠોડ, નીમુ બેન દેવાભાઈ રાઠોડ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ દમણિયા, સુરેશભાઈ વીરાભાઇ વાઢેર સહિતનાઓ પૈસા જમા તથા ઉપાડવા જતા હોય ત્યારે ખાતા ધારકોને વિશ્વાસમાં લઈ તેમની ખોટી સહીઓ, ખોટા સાક્ષીઓ તેમજ ખોટા અંગુઠાના નિશાનો તેમજ ખાતા ધારકોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ૧૨ લાખ ૪૯ હજાર ૮૧૮ જેટલી રકમની ઉચાપત કરી આ શખ્સ રવાના થઈ ગયો હતો.
ખાપટ ગામના પોસ્ટ કર્મી દિવ્યેશ થોભણભાઈ બારડ રહે. ડોળાસા તા કોડીનારને ફરજ મોકૂફ કરી દીપક શ્રીક્રિષ્ણ યાદવ સબ ડિવિઝનલ ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. લોકો પોતાના હકના રૂપિયા આ રીતે જતા રહેતા ભારે ત્રાહિમામ પોકારી ગયા હતા.








