નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat AAP Corporators Join BJP: સામાન્ય રીતે ચૂંટણીનો સમય આવે તે દરમિયાન પક્ષ પલટાની સિઝનની શરૂઆત થતી હોય છે. પરંતુ હાલ કોઈ ચૂંટણીનો માહોલ ન હોવા છતાં પણ પક્ષ પલટા જેવી સિઝન જામતા ગુજરાતનું રાજકારણ (Gujarat Politics) ભર ઉનાળે ગરમાયું છે. ગુજરાતમાં ગત વિધાનસભાની ચુંટણીમાં (Gujarat Assembly election 2022) પ્રથમ વખત તમામ બેઠક પર ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટી સુરતમાં (AAP Surat)તેમના કોર્પોરેટરને (Corporators) સાચવી રાખવામાં નિષફળ રહી હોય તેવું ચિત્ર ઊભુ થયું છે.
સુરત કોર્પોરેશનમાં પ્રથમ વખત વિપક્ષનું સ્થાન મેળવનાર આમ આદમી પાર્ટી હવે વિખેરાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ ‘આપ’ પાર્ટીના ચાર અને ત્યારબાદ છ કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું ધરી તમામ 10 કોર્પોરેટરે કેસરિયો ધારણ કરતા રાજકારણ ગરમાયું હતું. આ તમામ પક્ષ પલટો કરનારા કોર્પોરેટરે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) હાજરીમાં ભાજપનો (BJP) ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે આપના વધુ બે કોર્પોરેટરએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.
મળતી વિગતો મુજબ આજરોજ ‘આપ’ના કોર્પોરેટર કનુ ગેડિયા અને રાજુ મોરડિયા ભાજપમાં છે. આમ કહી શકાય કે સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. એક જ અઢવાડિયામાં ‘આપ’ના કુલ 12 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ મામલે આમ આદમી પાર્ટીએ પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેટર કનુ ગેડીયા અને રાજેશ મોરડીયાને ભાજપે રૂપિયા આપ્યા આવ્યા છે અને ભાજપના કહેવા પ્રમાણે પાર્ટીના અન્ય કોર્પોરેટરને ઉશ્કેરી, લલચાવીને આપમાંથી ભાજપમાં જોડવાની કોશિશ કરી રહ્યા છે. આ જાણકારી મળતા જ પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતુ કે, આ બંને કોર્પોરેટરે ભાજપ પાસેથી કરોડો રૂપિયા લઈને ‘આપ’ના કોર્પોરેટરને તોડવાનું કામ કર્યું હોવાનું સાબિત થતા આ બંને કોર્પોરેટરને ‘આપ’ પાર્ટીના તમામ પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત પાર્ટીના પ્રાથમિક સભ્યમાંથી પણ હટાવી દેવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








