નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ ગુજરાતના ઘણા પરિવારોમાં વિદેશ જવાની લ્હાય એક ગુજરાતી પટેલ પરિવાર માટે દુઃખદ બની ગયો છે. કાયદેસરના વિઝા વગર ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં તગડી રકમ તો આપે જ છે પરંતુ તેમાં મોતનું જોખમ પણ લોકો લે છે. જ્યારે અમેરિકા પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતા ખતરનાક “ડંકી રૂટ” દરમિયાન તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. કેલિફોર્નિયાના દરિયામાંથી મળેલા મૃતદેહમાં 14 વર્ષીય માહી પટેલના હોવાની પુષ્ટિ થઈ છે.
માહીતિ અનુસાર, મહેસાણા જિલ્લાના આનંદપુરા ગામના એક પટેલ પરિવારને બે અઠવાડિયા પહેલા મેક્સિકોથી અમેરિકામાં ઘૂસવા નાની બોટ (પાંગા) દ્વારા પ્રયાસ કર્યો હતો. 5 મેના રોજ સેન ડિએગોના ડેલ માર બીચ નજીક બોટ પલટી ગઈ હતી. દુર્ઘટનામાં 10 વર્ષીય પુત્ર પ્રિન્સનું પણ મોત થયું હતું. જ્યારે માતા અને પિતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે – તેમામાંથી એક કોમામાં છે. હવે ઘટનાના 16 દિવસ બાદ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. જેનાથી સામે આવે છે કે, પરિવારના બંને ફૂલ જેવા બાળકોને માતા-પિતાની હરકતને કારણે મોટી કિંમત ચુકવવાની થઈ છે.
21 મેના રોજ ટોરે પાઈન્સ સ્ટેટ બીચ પર માનવ અવશેષો મળ્યા બાદ સ્થાનિક એજન્સી દ્વારા ડીએનએ તપાસ કરાવવામાં આવી હતી, જેમાં મૃતદેહ માહી પટેલનો હોવાની ખાતરી થઈ.
₹2.60 કરોડ ચૂકવ્યા છતાં જીવ ગુમાવવો પડ્યો
પારિવારિક સૂત્રો અનુસાર, અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે ઘૂસણખોરી કરાવનારાઓએ પરિવાર પાસેથી અંદાજે ₹2.60 કરોડ વસૂલ્યા હતા. આખી યોજના ડંકી એજન્ટ દ્વારા ઘડાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ડિંગુચા ગામની ઘટના બની ત્યારે સમગ્ર વિશ્વમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા અને પછી તો જાણે પોલીસ અને એજન્સીઓની તપાસનો દૌર શરૂ થયો અને સહુને જાણે ઠેકાણે લઈ આવશે તેવું ચિત્ર ઊભું થયું. પરંતુ અહીં તો આ કાર્યવાહીઓ પછી ડંકી રૂટ તો બંધ થયો નથી પણ ડંકી રૂટના ભાવ વધી ગયા. અગાઉ આ રૂટ પર 40-50 લાખનો ગેરકાયદે ભાવ લેવાતો હતો પછી 1 કરોડ, પછી 1.50 કરોડ અને હવે તો 2.60 કરોડ સુધીની જંગી કિંમત વસુલાય છે અને આપનારા આપે પણ છે. ઘણી વખત તો સામાન્ય માણસ પાસે જ એટલા કોન્ટેક્ટ્સ છે કે કયો કયો એજન્ટ ગેરકાયદે ઘૂસણખોરી કરાવી શકે છે, પણ ક્રાઈમની દુનિયા તપાસતી એજન્સીઓને જાણે આ મળતા જ નથી.
વિદેશ જવાની લ્હાય ખોલી રહી છે મોતનું દરવાજો
આ ઘટના ગુજરાતમાંથી નાણા ભરીને ગેરકાયદે વિદેશ જવાના પ્રયત્નો એટલે કે “ડંકી રૂટ”ના જોખમો ફરી એક વખત ઉજાગર કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવી ઘણી દુઃખદ ઘટનાઓ બની છે:
- જાન્યુઆરી 2022માં, ગુજરાતના一 ડિંગુચા ગામનો પરિવારના ચાર સભ્યો – માતા, પિતા અને બે નાનાં બાળકો – કેનાડાની હિમશીતળ સરહદ પાર કરતાં થીજીને મોતને ભેટ્યા.
- 2023માં, સુરતના યુવાનની મેક્સિકન જંગલમાં લાશ મળી હતી, જે ઘૂસણખોરી દરમિયાન ભટકી ગયો હતો.
- અનેક કિસ્સાઓમાં યુવાઓ ડંકી રૂટમાં લૂંટાઈ જાય છે, ગૂમ થઈ જાય છે કે મૃત્યુ પામે છે. કાર્યવાહીઓ થાય છે પણ આ રૂટ બંધ થવાનું કે લોકો આ રૂટને પસંદ કરવાનું છોડતા નથી.
સત્તાવાળાઓની ચેતવણી
યુએસ અને ભારતીય અધિકારીઓએ વારંવાર ચેતવણી આપી છે કે આવા ગેરકાયદે પ્રયત્નો અત્યંત ખતરનાક છે અને ઘૂસણખોરો કોઈ માનવતા રાખતા નથી. તેમ છતાં અનેક ગુજરાતીઓ સપનાનું અમેરિકું મેળવા જીવની જ ખોટ કરે છે. કાયદેસરના વિઝા કેવી રીતે એપ્લાય કરવા તેની પણ જાણકારી હવે તો યુટ્યુબ પર સરળતાથી મળી જાય છે. જે તે દેશની ઓફિશ્યલ વેબસાઈટ પર પણ આ અંગે જાણકારી સારી રીતે સમજાવી દેવાય છે. લોકો ઈચ્છે તો એજન્ટ વગર જ જાતે વિઝા પ્રોસીઝર કરી શકે છે. તે પછી સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર વિઝા હોય, બિઝનેસ, જોબ સહિત વગેરે વિઝાની જાણકારી પર્યાપ્ત હોય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796