Thursday, June 25, 2026
HomeGujaratઅમદાવાદનાં એક યુવકે પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રીક બનાવવા માટેની કીટ વિકસાવી, જાણો કેવી...

અમદાવાદનાં એક યુવકે પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રીક બનાવવા માટેની કીટ વિકસાવી, જાણો કેવી રીતે થઈ શકે તમારું બાઇક ઇલેક્ટ્રીક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: મોંઘવારીના આ સમયમાં પેટ્રોલના ભાવ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રદુષણનો વિકરાળ પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે અને આપણે ઈંધણ તરીકે જે બળતણનો ઉપાયો કરીએ છે તે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસનો જથ્થો મર્યાદિત છે નજીકના ભવિષ્યમાં તે ખાતાં થઈ જવાની આશંકા છે. ત્યારે ઈલેક્ટ્રિક વાહનનો હાલ એક વિકલ્પ તરીકે જોવા મળે છે. આ રેસમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ સામે ગુજરાતના સ્થાનીક ખેલાડીઓ પણ પોતાના ઈનોવેશન ઉભા કરી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યાં છે.

અમદાવાદના વિપુલ પટેલ નામના યુવક દ્વારા કરવામાં આવેલું એક ઈનોવેશન સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. વિપુલ પટેલે બનાવી છે એક કિટ, જે પેટ્રોલ ટુ-વ્હિલર વાહનને ઈલેક્ટ્રીકમાં બદલી દે છે. એટલું જ નહીં પણ આ કીટ નાખ્યા પછી પણ પેટ્રોલનો ઓપ્શન તો ચાલુ જ રહે છે જેના કારણે જ્યારે બેટરી ખતમ થાય ત્યારે પેટ્રોલથી વાહન ચલાવી શકાય છે. જેમાં મહત્વની બાબત છે કે એક કિટ ફીટ કરવાથી આ કામ થઈ જાય છે અને તે ફીટીંગ કરવા માટે પણ સરળ પધ્ધતિ વિપુલે ધ્યાને રાખી આ કિટ બનાવી છે.

- Advertisement -

વિપુલના મતે આ કિટ વાહનમાં લગાવી દેવાથી સામાન્ય રીતે થતો પેટ્રોલનો ખર્ચ 90 ટકા સુધી ઘટાડી શકાય છે. જેના કારણે સૌથી વધારે રાહત વિદ્યાર્થીઓને મળી શકે છે, સામાન્ય રીતે વિદ્યાર્થી કાળ દરમિયાન તેમની પાસે પૈસા ઓછા હોય છે જેમાંથી મોટા ભાગના પૈસા પેટ્રોલ પાછળ ખર્ચ થાય છે. આ કીટ લગાવવાથી તેમનો પેટ્રોલનો ખર્ચ 90 ટકા જેટલો ઘટાડી શકાય છે. આ કીટ કોઈ પણ વાહનમાં લાગી શકે અને પેટ્રોલ વાહન ઈલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ થઈ જાય છે.



પ્રાપ્ત વિગતો અનુસાર આ ઈનોવેશનને વિપુલ પટેલે રેટ્રોફિટ ઈલેક્ટ્રિક કિટ નામ આપ્યું છે. જેને તેમણે ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ માટે પેટન્ટ પણ કરાવ્યું છે. વિપુલે પોતાના ઈનોવેશને ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)માં પણ અરજી કરી મોકલ્યું હતું. આ મોડલને લઈ વિપુલને 10 જ દિવસમાં મંજૂરી મળી ગઈ હતી અને સરકાર તરફથી પ્રોત્સાહન કરતું ફંડ પણ મળ્યું હતું.

- Advertisement -

ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતની કામગીરીમાં વિપુલને મદદ કરી હતી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ છે અને બીજી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આ કિટનું ઓનલાઇન પ્રી-બુકિંગ થઈ રહ્યું છે. www.wheelectric.in નામની વેબસાઈટ પર આ કિટ અંગેની તમામ માહિતી અને બુકિંગની વિગતો મૂકવામાં આવી છે. આ વેબસાઈટ પરથી અત્યારે બુક કરાવી શકાશે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular