Thursday, October 2, 2025
HomeBusinessઆખી દુનિયાને હવે પેટ્રોલિયમ આયાત ભાવનું નવું એડજસ્ટમેન્ટ કરવું પડશે

આખી દુનિયાને હવે પેટ્રોલિયમ આયાત ભાવનું નવું એડજસ્ટમેન્ટ કરવું પડશે

- Advertisement -

ભારત, ચીન, જાપાન જેવા એશિયન દેશોની ઈરાનીયન સપ્લાયને મોટી અસર થવાની સંભાવના

ઊંચા ભાવે બજારમાં વધારાનો પુરવઠો ઠલવાય, માંગ ધબી પડે તો ભાવને 40 ડોલરનું તળિયું શોધતા વાર નહિ લાગે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઇઝરાયેલએ આશ્ચર્યજનક રીતે ઈરાન પર હુમલો કરતા આખા વિશ્વની કોમોડિટી બજારને તીવ્રતાવાળા ધરતીકંપ જેવો આંચકો લાગ્યો હતો. ક્રૂડ ઓઈલ બજારમાં તો એવો સિનારિયો સર્જાયો કે એક તરફ ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને બીજી તરફ પુરવઠો બાષ્પીભવન થઇ ગયો. આવી અસામાન્ય ઘટનાએ ઉર્જા બજારામાં તત્કાળ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે, પેટ્રોલિયમના ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો, આખી દુનિયાને હવે પેટ્રોલિયમ આયાત ભાવનું નવું એડજસ્ટમેન્ટ કરવું પડશે, શક્યતા એવી નિર્માણ થઇ છે કે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર વટાવી જશે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ દિવસમાં, મે 2020 પછી પહેલી વખત 12 ટકા ઉછળીને 77.62 ડોલર, અને ડબલ્યુટીઆઈ 72.98 ડોલર પ્રતિ બેરલ મુકાયા. સોમવારે 77.99 ડોલર અને 74.86 ડોલર અનુક્રમે બોલાયા હતા.

એનાલીસ્ટોએ કલમના એવા પીછા માર્યા કે આખા વિશ્વમાં એવા મેસેજ ગયા કે ઈરાન હવે રાજકીય રીતે પોતાનો બચાવ કરવા, વાસ્તવમાં યુધ્ધે ચઢ્યું છે. ટ્રમ્પે બળતામાં ઘી હોમી કહ્યું કે, ઈરાન તેની ન્યુક્લીઅર પાવર ક્ષમતાના ટેસ્ટીંગનો ઈરાદો ધરાવે છે. એમ કહીને, કહી દીધું કે અમે ઈરાનને કોઈ પણ ભોગે અણુબોમ્બ વિકસાવવા નહીં દઈએ. આટલું જ નહીં અમે મધ્યપૂર્વના દેશોમાં કોઈ રીતે યુદ્ધ સાંખી નહીં લઈએ. આ સંયોગમાં જો કોઈ પણ ગલ્ફ દેશમાં જો ક્રૂડ ઉત્પાદન સ્થાપિત ક્ષમતામાં સમસ્યા સર્જાશે તો ભાવ 100 ડોલર પાર કરી જવા ઉતાવળા થશે.

જેપી મોર્ગનના કોમોડિટી સ્ટ્રેટેજીસ્ટ કહે છે કે, ભાવ 120 ડોલર સુધી જઈ શકે છે, પણ તેઓ ચેતવણીના સ્વરમાં કહે છે કે, જો ઊંચા ભાવે બજારમાં વધારાનો પુરવઠો ઠલવાય અને સામે માંગ ધબી પડે તો ભાવ 40 ડોલરનું તળિયું શોધવા પણ આગળ વધી શકે છે. અત્યારે તો ભૂ-ભૌગોલિક સમસ્યાઓનું બજાર પર વર્ચસ્વ રહેશે. વર્તમાનમાં જે કઈ ભાવ વધ્યા છે તે તો નવસર્જિત ચિંતાઓનો આકરો પ્રત્યાઘાત છે. સપ્લાયમાં ગાબડાની ચિતાઓ અને સતત વધી રહેલા જાગતિક યુદ્ધની ભીતિ, તબક્કાવાર કામ કરી રહ્યા છે. ભૂતકાળમાં ઈરાન ઇઝરાયેલ વચ્ચે જગત નેતાઓની મધ્યસ્થીથી થઇ જતા સમાધાન, જેવું આ વખતે લાગતું નથી. ઈરાનની લશ્કરી જવાબની આત્યાન્તીક્તા જોતા આખા જગતમાં ચિંતાઓ વધારી દીધી છે. આ જ કારણ છે પુરવઠા અછત વધુ તીવ્ર બનવાનું. અને એનાલિસ્ટો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વખતે છેલ્લા 10 વર્ષમાં નહીં જોવાયેલા ભાવ જોવા મળશે.

- Advertisement -

ખાત્રી પૂર્વક્ના એક એહેવાલમાં કહે છે કે, ઈરાનની ઓઈલ રિફાઈનીંગ કંપનીઓએ તેમની તમામ ઓઈલ ફેસીલીટી અન્ડરગ્રાઉન્ડ કરી રાખી છે, આ હકીકત શક્ય છે કે, વૈશ્વિક પેટ્રોલિયમ બજારને થોડી રાહતરૂપ રહેશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ “ગ્લોબલ એનર્જી રિવ્યુ 2025” રજૂ કરીને કહ્યું કે વૈશ્વિક ઇલેક્ટ્રિક વ્હીકલ સ્વીકૃતિ અને આખું જગત રિન્યુએબલ એનર્જી તરફ ઝુકાવ ધરાવતું થયું છે અને ક્રૂડના ભાવ ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી કે તરત જ ઇઝરાયેલ અને ઈરાન યુધ્ધે ચડતા ભાવ વેગથી ઘટવાને બદલે વધવા લાગ્યા હતા.

મધ્યપૂર્વમાં યુધ્ધના તખ્તાની જમાવટ થઇ છે ત્યારે ભારત, ચીન, જપાન જેવા એશિયન દેશોની ઈરાનીયન સપ્લાયને મોટી અસર થવાની સંભાવના છે. જાગતીક એનાલિસ્ટો કહે છે કે, આ યુધ્ધને લીધે આખા વિશ્વના પેટ્રોલિયમ સેકટર સામે નવા પડકારો ઊભા થયા છે. તેઓ કહે છે કે ઓપેકએ તેની દૈનિક ઉત્પાદન ક્ષમતામાં 50 લાખ બેરલનો વધારો કર્યાના સમાચાર છતાંય એ જ દિવસે 24 કલાકમાં ભામા 7 ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો. તેઓ આને માત્ર આરંભિક ઉછાળો માને છે, પણ યુદ્ધના સમાચારને પગલે વાસ્તવમાં ભાવ 80થી 90 ડોલર કુદાવી જવા જોઈતા હતા.

(અસ્વીકાર સૂચના: CommodityDNA અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular