Friday, May 1, 2026
HomeGujaratસુરત: બે વેપારીઓને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, બચાવવા આવેલા વેપારીને...

સુરત: બે વેપારીઓને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા, બચાવવા આવેલા વેપારીને પણ મોતને ઘાટ ઉતાર્યો

- Advertisement -

નવજીવન.સુરતઃ સુરતમાં ગુનાખોરીએ હદ થઈ ગઈ છે કે હવે જાહેરમાં ગુનેગાર હથિયાર લઈને મોતને ઘાટ ઉતારી દે છે. ગઈકાલ રાત્રે સુરતમાં બે વેપારીઓને છરીના ઘા મારીને હુમલો કરવામાં આવ્યો છે. જે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સુરતમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે હવે સુરત પણ ગુંડાગર્દીના રસ્તે જઈ રહ્યું છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં સાબુના હોલસેલ વેપારી અને સિઝનલ વેપાર સાથે સંકળાયેલા ભોળાભાઈ અને રાજસ્થાનના રહેવાસી પ્રવીણભાઈ જેમની ગેસની બોટલની એજન્સી અને કરિયાણાની દુકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે બંનેને ગઈકાલ રાત્રે બે લોકોએ છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

માહિતી અનુસાર, ભોળાભાઈ અને પ્રવીણભાઈ ગઈકાલ રાત્રે બનતી શુકલા સાથે ઉભા હતા તે સમયે બે વ્યક્તિ બાઇક પર આવીને પ્રવીણભાઈ પર હુમલો કર્યો હતો. ભોળાભાઈ બચાવવા માટે વચ્ચે પડતાં તેમની પીઠ પર છરીના ઘા મારી દીધા હતા. તેઓ જમીન પર પડી જતા હુમલાખોરે છાતી પર બેસી ને છરીના ઘા માર્યા હતા.



હુમલા બાદ ભોળાભાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પ્રવીણભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા લીવર ફાટી જતાં લોહી વહી જવાથી મોત નીપજ્યું હતું . સમગ્ર બનાવ અંગે પાંડેસરા પોલીસએ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular