નવજીવન ન્યૂઝ.સુરત: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગુજરાતનાં દરેક જિલ્લાના એક એક તાલુકાના ગામે ગામ દારૂ મળે છે. ગુજરાતમાં અંગ્રેજી દારૂની સાથે દેશી દારૂનું પણ ચલણ મોટા પ્રમાણમા જોવા મળે છે. દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં મુખ્યત્વે મહિલાઓ કામ કરતી હોય છે. સુરતમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઓલપાડમાં લવાછા ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી છે, આ મહિલાઓને આ વ્યવસાય માંથી બહાર કાઢવા માટે સુરત ગ્રામ્ય પોલીસ અને એક સ્થાનિક NGO જે મહિલાઓ માટે સતત કામ કરે છે તેમણે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે.

સુરત ગ્રામ્ય એસ.પી ઉષા રાડા અને NGOના પ્રમુખ કાજલ ત્રિવેદી ગોંડલીયાએ વ્યક્તિગત આ મહિલાઓની મુલાકાત કરીને મહિલાઓને દારૂના વ્યવસાય માંથી બહાર લાવવા અને તેમણે ઘર ચલાવવા માટે અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે પ્રેરિત કર્યા હતા. કાજલ ત્રિવેદી ગોંડલીયા છેલ્લા કેટલાક વર્ષોથી આ NGO ચલાવી રહ્યા છે જેના ભાગ રૂપે તેમણે ગુજરાતનાં અલગ અલગ આદિવાસી વિસ્તારમાં મહિલાઓને અલગ અલગ પ્રકારની રોજગારી અપાવીને તેમનું જીવનધોરણ સુધારવનું કામ કરે છે.
આ મુદ્દે વાત કર્તા સુરત ગ્રામ્ય એસ.પી ઉષા રાડાએ જણાવ્યુ હતું કે, “ઓલપાડ તાલુકાના લવાછા ગામની મહિલા બુટલેગર કે જેઓ દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હોય તેઓ કદાચ મજૂબૂરીને કારણે દારૂ વેચાણની પવૃર્ત્તી સાથે જોડાઈ હોય. તેમણે હવે પછી દારૂનો વ્યવસાય સદંતર બંધ કરે તેના માટે અમે આ કામ શરૂ કર્યું છે. જેના માટે પોલીસ અને ખાનગી સંસ્થાએ ભેગા મળીને ઘર બેઠા સ્વરોજગાર સાથે રોજી રોટી મળી રહે તેના માટે અમે આવતા સપ્તાહથી લઘુ અને ગૃહ ઉદ્યોગની લવાછા ગામ ખાતે ટ્રેનિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે. જેમાં ઓર્ગેનિક ખાતર બનાવવાની તેમને ટ્રેનીંગ આપીશું. હાલ ઓર્ગેનિક ખાતરની બજારમાં મોટી માંગ છે તેટલું જ નહીં પણ સાથે સાથે પશુપાલન માટે બેન્ક લોન માટેની પણ અમે સગવડ કરી આપીશુ. ભવિષ્યમાં પાપડ, અથાણા અને અગરબત્તીના સીઝનલ ગૃહ ઉદ્યોગ માટે પણ કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કે કરેલી કામગીરીમાં 50 જેટલી મહિલા બુટલેગરો કાર્યક્રમમાં હાજર રહીને દારૂના વ્યસનને હમેંશાને માટે છોડવા તૈયારી બતાવી છે. આટલું જ નહીં પણ તેમનામાં પોઝિટિવ ઉર્જા લાવવા મોટિવેશન કેમ્પ અને યોગાના કાર્યક્રમો પણ કરવાની તૈયારી છે. મને વિશ્વાશ છે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં સમાજ સુધારાની કામગીરીમાં લોકોના સહકારથી અમને સફળતા મળશે.”

NGOના પ્રમુખ કાજલ ત્રિવેદી ગોંડલીયાએ જણાવ્યુ હતું કે, “હું છેલ્લા 4 વર્ષથી સુરતમાં ચેરીટેબલ ટ્ર્સ્ટ ચલાવી આદિવાસી પટ્ટીના ગામોમાં જઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સમાજસેવાની કામગીરી કરતી આવી છું. સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના લવાછા ગામમાં મોટા પાયે મહિલા દારૂના વ્યવસાય સાથે જોડાયેલી છે તે બહેનોનું આર્થિક અને સામાજિક સ્તળ ઊંચું આવે તેના માટે ગૃહ ઉદ્યોગની તાલીમ આપી મહિલાઓને તૈયાર કરવાની કામગીરી કરશુ. જેમાં પ્રથમ તબક્કે ઓર્ગેનિક ખાતર અને પશુપાલનની તાલીમ આપી તેમના દ્વારા બનાવેલા ખાતરની વેચાણની પણ વ્યવસ્થા કરી આપી તેમને યોગ્ય વળતર અપાવીશુ. આગામી દિવસમાં ટ્રેનિંગ કાર્યરત કરવામાં આવશે ટ્રેનિંગ બાદ ઉત્પાદન અને વેચાણ કરવા તરફ જઈશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












