Monday, July 27, 2026
HomeGeneralસુરતઃ દારૂના દુષણમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના સાતમાં પી.આઇનો ભોગ લીધો

સુરતઃ દારૂના દુષણમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના સાતમાં પી.આઇનો ભોગ લીધો

- Advertisement -

નવજીવન ન્યુઝ, સુરત ગ્રામ્ય: ઓલપાડ ટાઉન પરા વિસ્તારમાં મોટાપાયે દારૂનું વેચાણ કરવા સાથે જથ્થો રાખેલો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે રેડ કરતા દારૂનો જથ્થો ઓછો પણ રોકડ રકમ મોટા પાયે મળી આવી હતી. ત્યારે ઓલપાડ ટાઉનની પરા ચોકી નજીકથી દારૂ પકડાવાની ઘટનાની ગંભીરતા જાણી પોલીસ અધિક્ષકને ઓલપાડ પી.આઇ ને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં ઓલપાડ પોલીસ ફફડી ઉઠી છે.



ઓલપાડ ટાઉન પરા વિસ્તારમાં આવેલ ઓલપાડ સાયણ રોડ સાયણ ફાટા ઝાંપા ફળિયામાં જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરવા સાથે દારૂનો મોટા પાયે જથ્થો મંગાવી સંગ્રહ કરેલો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને ગત 15 મેના રોજ માહિતી મળી હતી. ત્યારે મળેલી બાતમીના આધારે રેડ કરતા રેડ દરમિયાન શહેબાઝ જુલ્ફીકાર મલેક રહે-હાજી કોમ્પલેક્ષ ફ્લેટ નં-૩૦૩ સરસ રોડ તા.ઓલપાડ જી.સુરત તથા હિતેશભાઇ કાંતીભાઇ સોલંકી રહે- મ.નં-૩૫૫, જય જલારામ મંદિરની બાજુમા ખાદી ભંડાર સામે તા.ઓલપાડ જી.સુરત, શાહીદા હુસેન મલેક તથા હુસેન કરીમ મલેક રહે- સાયણ ફાટા ઝાંપા ફળીયુ ઓલપાડ તા.ઓલપાડ જી.સુરત. આ તમામ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારુ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો વેચાણ અર્થે મગાવી પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનના વાડામા તથા વાહનોમા રાખેલ મળી આવ્યો હતો.
       
રેડ દરમિયાન વિદેશી દારુનો જથ્થો તથા અન્ય સામગ્રી મળી કુલ્લે કિંમત રૂ.૩,૨૮,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઘટનામાં પોલીસ અધિક્ષક દ્વારા ઓલપાડ પી.આઇ આર.આર.વસાવાની જવાબદારી નક્કી કરી તેમને ફરજ પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે રેડમાં દારૂ ઓછો પણ રોકડ રકમ વધુ પકડતા ઓલપાડ પોલીસે હાશકારો માન્યો હતો. પરંતુ દારૂ પરા ચોકી નજીક પકડાવા સાથે અન્ય બાબતોને ધ્યાને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે આપેલી માહિતી મુજબ બાબતે સદર કામગીરી બાબતે હજુ ખાતાકીય તપાસ ચાલુ હોય જવાબદાર અન્ય લોકોને પણ છોડવામાં નહિ આવે.



અત્રે ઉલેખનિય છે કે ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાપેલા દારૂના દૂષણમાં ભૂતકાળમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના 7 જેટલા અધિકારીઓનો ભોગ લેવાયા બાદ ફરી પી.આઇ આર.આર.વસાવા નો ભોગ લેવાતા ઓલપાડ પોલીસ ફફડી ઉઠી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular