Wednesday, July 8, 2026
HomeGujaratસુરત: કોસંબામાં ગટરની ગ્રાન્ટ ચાઉં કરતાં પંચાયતોના સભ્યો, જાણો કેવી રીતે મળ્યા...

સુરત: કોસંબામાં ગટરની ગ્રાન્ટ ચાઉં કરતાં પંચાયતોના સભ્યો, જાણો કેવી રીતે મળ્યા પુરાવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોસંબા : સુરત જિલ્લાના કોસંબા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની વિગત સામે આવી છે અને આ ભ્રષ્ટાચારમાં કશુંય છૂપું નથી, તેના આધાર-પુરાવા સરકારી ચોપડે જ બોલી રહ્યા છે. વિગત એમ છે કે કોસંબા ખાતે સરકારી હોસ્પિટલથી આશિર્વાદ હોસ્પિટલ સુધી ગટર લાઈન નાંખવા માટે ગ્રાન્ટની ફાળવણી થઈ હતી. ગ્રાન્ટની ફાળવણી થયા બાદ ઘણા વખત સુધી આ ગટર લાઈનમાં કશુંય કામ થયું નહીં. ગામના કેટલાંક જાગૃત લોકોએ આ વિશે તપાસ કરી તો માલુમ પડ્યું કે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેના રૂપિયા જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું તેણે કોઈ કામ કર્યા વિના જ વાપરી નાંખ્યા છે.

ગટર લાઈન નાંખવા નાણાંપંચ વતી મળેલી ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટર હાર્દિક ઘડીયાએ એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે વધુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે પંચાયતના ભંડોળમાંથી પણ દોઢ લાખ આ રીતે જ કોન્ટ્રાક્ટરે ઉપાડ્યા હતા. સ્વાભાવિક છે કે આની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ પૂરા ભ્રષ્ટાચારમાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પણ ગામના પૂર્વ સરપંચ અખ્તર હુસૈન, ઉપસરપંચ સાજિદ મલેક, તલાટી જિજ્ઞેશ વેકરીયા પણ સામેલ હતા. આ બધાએ મળીને ખોટા બિલો બનાવ્યા અને કામ થઈ ગયાનો ખોટો અહેવાલ તૈયાર કર્યો. આ બધુંય છતાં હજુ ગ્રામવાસીઓ સુરત ગ્રામ્ય પોલીસ શું કાર્યવાહી કરે છે તેની વાટ જોઈ રહ્યા છે.

- Advertisement -

બીજી તરફ ગ્રામવાસીઓએ એવી પણ માંગણી કરી છે કે છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં થયેલાં તમામ કાર્યોનું ઓડિટ થાય અને તે માટે જિલ્લા પંચાયત કક્ષાએ અથવા તો કલેક્ટર કચેરીથી તપાસ સમિતિ નિમવામાં આવે. અને આ માંગણીને લઈને નવી ચૂંટાયેલી પંચાયત બોડીએ સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવેય પાસ કરી દીધો છે. હાલની સત્તારૂઢ ભાજપ સરકાર ભરોસાની સરકાર તેવા ટેગલાઈનથી ચૂંટણીનો પ્રચાર કરી રહી છે, પરંતુ જ્યારે આ લોકોના નાણાં ચાઉં થઈ જતાં હોય તો લોકોમાં ભરોસો કેવી રીતે જન્મે તે એક મોટો ઊભો થઈ રહ્યો છે?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular