Tuesday, June 23, 2026
HomeGujaratSurat'તારે છીનવી જ લેવા હતા તો આપ્યા કેમ?' સુરતના દંપત્તિના એક જ...

‘તારે છીનવી જ લેવા હતા તો આપ્યા કેમ?’ સુરતના દંપત્તિના એક જ દિવસમાં વારાફરતી ત્રણ બાળકોના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: દરેક દંપતી પોતાના જીવનમાં પોતાને સંતાન હોય તેવી ઝંખના સેવે છે. પોતાના આવનારા સંતાન માટે દંપતી સોનેરી સપનામાં રાચે છે, પણ જ્યારે સંતાનારૂપી સ્વપ્ન પૂર્ણ ન થાય ત્યારે દંપતીની મનોસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ જાય તેવી માનસિક વેદના દંપતીએ સહન કરવી પડે છે. સમાજના મેણાટોણાની સાથે સંતાન સુખથી વંચિત રહેવું દંપતી માટે શાપરૂપ થઈ જાય છે, ત્યારે સુરતમાં (Surat) એક દંપતી લગ્નના 10 વર્ષ પછી IVF દ્વારા એકસાથે ત્રણ સંતાનના માતા-પિતા બનવાની સાથે જ ફરીથી નિઃસંતાન થઈ જવાનો વારો આવ્યો છે, કારણ કે ત્રણેય સંતાનો એક પછી એક મોતને ભેટ્યા છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ઢોલપૂરના વતની રામવીર ગોસ્વામી પત્ની કુસમાબેન સાથે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહે છે અને રિક્સા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ-પત્નીને 10 વર્ષે પણ સંતાન સુખ સાંપડ્યું ન હતું. તમામ પ્રકારની સારવાર કરાવ્યા બાદ પણ દંપતી સંતાન સુખથી વંચિત હતું. છ માસ પહેલા દંપતીએ IVF સારવાર દ્વારા માતાપિતા બનવાનો નિર્ણય લીધો હતો અને કાપોદ્રાની હોસ્પીટલમાં IVFની સારવાર શરૂ કરાવી હતી. IVF સારવાર દ્વારા દંપતીમાં આશાનું કિરણ પણ જાગ્યું હતું અને IVF સારવાર થકી કુસમાબેનને છઠ્ઠો મહિનો પણ ચાલતો હતો.

- Advertisement -

સારવાર બાબતે બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ કદાચ કુદરતને દંપતીની ખૂશી મંજૂર ન હતી. મંગળવારે કુસમાબેનને રૂટિન ચેકઅપ માટે લઈ જતાં તેમણે પ્રસૂતાનો દુખાવો શરૂ થયો હતો. જેથી કુસમાબેનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ કુસમાબેને એક પછી એક ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. છઠ્ઠા એટલે કે અધૂરા માસે જન્મેલા ત્રણ બાળકમાંથી એક બાળકનું મૃત્યુ જન્મતાની સાથે જ થયું હતું. બાકીના બીજા બે બાળકોની બચવાની આશા જણાતા તુરંત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સિવિલ પહોચતા પહેલા જ બંને બાળકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. બાળકોના મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમની વાત આવતા મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશને (Surat Police) પહોંચ્યો હતો. જો કે પોલીસે માનવતા દાખવી પોસ્ટમોર્ટમ વગર જ નવજાત બાળકોના મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular