નવજીવન ન્યૂઝ. સુરતઃ મેહુલ બોઘરા સુરતમાં પોલીસની કટકીઓના અવાર-નવાર લાઈવ વીડિયો થકી સોશીયલ મીડિયા પર લોકો સમક્ષ પોલીસની પોલ ખોલતા વીડિયો મુકવા માટે જાણીતા છે. તાજેતરમાં પોલીસનો લાઈવ વીડિયો બનાવતી વખતે TRB સુપરવાઇઝર દ્વારા એડવોક્ટ મેહુલ બોધરાને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ બનાવ બાદ વીડિયો વાયરલ થતાં મેહુલ બોધરાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત 307 મુજબ ગુનો દાખલ કરવામાં ન આવતા તેમનો સમર્થકોએ પોલીસ સ્ટેશનનો ધેરાવો કર્યો હતો.
સુરતમાં વકીલ પર હુમલા બાદ હુમલો કરનારા TRB સુપરવાઇઝર સાજન ભરવાડ સામે ગુનો નોંધી ધરપકડ કરી તેને ટર્મિનેટ કરાયો હતો. બીજી તરફ મેહુલ બોઘરા સામે એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે સુરતના પોલીસકર્મીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસકર્મી જવાનોની વ્યથા ઠાલવી રહ્યો છે.
સુરતાના વરાછા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ નિતેશ જગદીશભાઈએ વીડિયો બનાવી વકીલ મેહુલ બોધરા અંગે કેટલીક વાતો જણાવી હતી. પોલીસકર્મી વીડિયોમાં જણાવી રહ્યા છે કે પાંચ-દશ પોલીસ, પાંચ-દશ લોકો ખરાબ હોઈ શકે, પરંતું તેના માટે સમગ્ર પોલીસ ખાતાને બદનામ કરવું યોગ્ય નથી. મેહુલભાઈ પોલીસના નેગેટીવ પોઈન્ટ સીવાય કોઈ પણ વીડિયો બનાવતા નથી. તમે પેહેલાથી જ નક્કી કરીને રાખો છો કે આને આજે ટાર્ગેટ કરવાનો છે.
વધુમાં જણાવ્યુ કહ્યુ કે, જાણ્યા જોયા વગર ગમે ત્યા ગમે એનો વીડિયો ઉતારી લે છે, કારણ જાણ્યા વગર વીડિયો વાયરલ કરી દે છે, કોઈ એકવાર જતું કરે બે વાર કરે બધાના સ્વભાવ એક સરખા હોતા નથી. કોઈ વાંધો હોય તો ઉપલા અધિકારી જોડે જવુ જોઈએ જે જતા નથી, તમે એક એડ્વોકેટ નથી અસંખ્ય એડ્વોકેટ સુરતમાં છે, તો તમને એકલાને કેસ આવા ખોટા પ્રશ્ન ઉદભવે છે. એડવોકેટ તરીકે તમે કેટલા ગરીબના કેસ લડ્યા?
વરાછા વિસ્તારમાં કેટલાય લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે, પોલીસ જોડે ઝગડા કરે છે તેનો એક પણ વીડિયો વાયરલ કર્યો કે પોલીસને આટલી તકલીફ પડે છે? આમ પોલીસને હેરાન કરવા છે અને તકલીફ પડે એટલે પોલીસની મદદ લેવી છે, તમે 2-5 હજારની જનતાનો અવાજ છો, પોલીસ 5 કરોડ જનતાનો અવાજ છે, પોલીસને હેરાન કરવા સીવાય બીજો કોઈ વ્યવસાય નથીં? કાયદાકીય તેમને લાંબા કરો જેની ભુલ છે. લાઇક્સ કે ફોલોઅર્સ માટે મેહુલ બોઘરા સીન સપાટા કરે છે. પોલીસ આવી રીતે ડરશે નહીં.








