Wednesday, July 8, 2026
HomeNationalસુકેશ ચંદ્રશેખરનો આરોપઃ દિલ્હી સરકારના મંત્રીને પ્રોટેક્શન મની તરીકે આપ્યા કરોડો રૂપિયા

સુકેશ ચંદ્રશેખરનો આરોપઃ દિલ્હી સરકારના મંત્રીને પ્રોટેક્શન મની તરીકે આપ્યા કરોડો રૂપિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ તિહારની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને એક ગોપનીય પત્ર લખીને આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને તિહારમાં પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મેં હમણાં જ આ આરોપ વિશે વાંચ્યું. પંજાબની ચૂંટણી પહેલા તેઓ કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા. ગુજરાતમાં આટલી ખરાબ હાલત થઈ રહી છે કે તેમને સુકેશ ચંદ્રશેખરની જરૂર છે. ગઈકાલે મોરબીનો અકસ્માત સર્જાયો છે. મોરબી પરથી ધ્યાન હટાવવા માટે કોઈ ફેક સ્ટોરી રોપવામાં આવી હોય.

સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને એક ગોપનીય પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને તેમના PA મારફતે મહિને 2 કરોડ રૂપિયાની પ્રોટેક્શન મની માંગી હતી. તેણે તિહારમાં સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દાવો કર્યો કે તેમની ધરપકડ પહેલા પાર્ટીએ તેમને દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં મોટું પદ આપવા માટે તેમની પાસેથી 50 કરોડ રૂપિયા લીધા હતા. સુકેશનો દાવો છે કે ઘણી વખત સત્યેન્દ્ર જૈન પણ તેમને મળવા તિહાર જેલમાં ગયા હતા.

- Advertisement -

18 ઓક્ટોબરે લખવામાં આવેલા આ પત્ર બાદ લેફ્ટનન્ટ ગવર્નરે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ ભાજપે પણ આ મામલે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન વાસ્તવમાં સુકેશના મિત્ર છે. એક જેલમાંથી અને એક જેલની બહારથી ગુનો આચરતો હતો. કેજરીવાલ સરકાર જનતાને છેતરવાનું કામ કરી રહી છે. આવનારા સમયમાં જનતા આનો જવાબ આપશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular