Friday, September 26, 2025
HomeGujaratRajkotજેતપુરમાં સ્કુલ બસે વિદ્યાર્થીનીને અડફેટે લેતાં મોત, હોસ્પિટલમાં PM ન કરતાં MLA...

જેતપુરમાં સ્કુલ બસે વિદ્યાર્થીનીને અડફેટે લેતાં મોત, હોસ્પિટલમાં PM ન કરતાં MLA રાદડિયાએ ઉધડો લીધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ Jetpur School Bus Accident: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. રાજકોટના (Rajkot) જેતપુર (Jetpur) તાલુકામાં સ્કુલ બસની અડફેટમાં વિદ્યાર્થીની આવી જતાં મોતને ભેટી હતી. વિદ્યાર્થીઓથી ભરેલી બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળતા બાળકીનું મોત (Girl Died) નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં બસ ડ્રાઈવરનું ધ્યાન વિદ્યાર્થીની પર ન હોવાના કારણે બસ નીચે આવી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જેતપુર તાલુકામાં આજે ફરેણી સ્વામિનારાયણ સ્કુલની બસમાં વિદ્યાર્થીની શાળાથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની બસમાંથી ઉતરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીની બસની આગળથી પસાર થવા જઈ રહી હતી. ત્યારે બસના ડ્રાઈવરે બસ હંકારતા વિદ્યાર્થીની પર બસના ટાયર ફરી વળ્યા હતા. વિદ્યાર્થીની પરથી બસ પસાર થઈ જતાં તેણીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

- Advertisement -

વિદ્યાર્થીનીના મોત બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા ફોરેન્સિક પીએમ કરવાની ના પાડતાં હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનું બાવડું ઝાલીને ખખડાવ્યા હતા. ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનું ફોરેન્સિક પોસમોર્ટમ કરવામાં આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular