Thursday, April 16, 2026
HomeGeneralમજબૂત કોમોડિટી માંગ અને વધતાંદરે થતી આયાત રૂપિયાને વધુ નબળો પાડશે

મજબૂત કોમોડિટી માંગ અને વધતાંદરે થતી આયાત રૂપિયાને વધુ નબળો પાડશે

- Advertisement -

રિઝર્વ બેંક પાસે હવે રૂપિયાને બચાવવાના સીમિત સાધનો છે
૨૯ એપ્રિલના સપ્તાહમાં ઇંડિયન ફોરેક્સ રિઝર્વ ઘટીને ૫૯૭.૭૩ અબજ ડોલર રહી હતી
તમામ કારન્સીમાં રૂપિયો નબળો પાડવા લાગતાં વ્યાપક મધ્યસ્થીની આવશ્યકતા વધી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): કરન્સી બજારમાં રૂપિયાએ આ સપ્તાહમાં ત્રીજી વખત અમેરિકન ડોલર ઐતિહાસિક ઊંચી સપાટી રૂ. ૭૭.૬૩ વટાવી. શેરબજારમાં સતત વેચવાલીનું ભારે દબાણ, તેમજ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ૨૦ વર્ષની નવી ઊંચાઈએ ૧૦૪.૫૩ પોઈન્ટના મજબૂત ઇંડેકસે રોકાણકારોનું માનસ ખરડી નાખતા, રૂપિયાની આવી હાલત કરી નાખી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૪.૩ ટકા નબળો પડ્યો છે. રિઝર્વ બેંકે ડૂબતાં રૂપિયાના તારણહાર બનવા ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરવો જોઈએ, પણ આપણે માની છીએ તેટલું તે સરળ નથી. કારણ કે જો વિદેશી હૂંડિયામણ અનામત ૬૦૦ અબજ ડોલરથી નીચે જાય તો આરબીઆઇની અન્ય સમસ્યાઓમાં વધુ વધારો થવાની સંભાવના જોતાં તેની પાસે હવે શસ્ત્રો ઓછા છે. ૨૯ એપ્રિલના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ઘટીને ૫૯૭.૭૩ અબજ ડોલર રહી હતી.


- Advertisement -

જો ફોરેક્સ રિઝર્વ કરન્સી ૫૫૦ અબજ ડોલરથી નીચી જતી રહેશે તો, રિઝર્વ બેંકને ફોરેક્સ માર્કેટ મધ્યસ્થીથી પણ દૂર થઈ જવું પડે, તેવા સંયોગ નિર્માણ થશે. ભારતમાં મજબૂત કોમોડિટી માંગ અને વધતાં દરે થતી આયાત રૂપિયા પર વધુ દબાણ સર્જશે. ક્રેડિટ સ્યુઇસ બેંકના ઇકોનોમિસ્ટ કહે છે કે ટૂંકાગાળા માટે રિઝર્વ બેંક રૂપિયાને ૭૮ સુધી જ રક્ષણ આપી શકે તેમ છે. રૂપિયો નબળો પડવાના કારણોમાં અમેરિકન વ્યાજદર વૃધ્ધ નિમિત્તે જાગતિક શેરબજારમાં ગાબડાં, યુરોપિયન દેશોમાં યુધ્ધની સ્થિતિ, ચીનમાં કોરોના મહામારીનો સમાવેશ પણ થાય છે.

કોમર્જબેંકના ઇકોનોમિસ્ટ કહે છે કે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધુ ઘટાડો શક્ય છે. બજારમાં વિક્રમ ઉથલપાથલ જોવા મળી રહી છે, તે જોતાં પણ રૂપિયામાં નવા વિક્રમો સ્થપાશે. ફિસ્કલ અને કરંટ એકાઉન્ટ બંનેમાં નબળાઈ, વધુ પડતી આયાત નિર્ભરતા જે મહત્તમ એશિયન દેશોમાં જોવાઈ રહી છે, ખોરાકના ફુગાવામાં વેગથી વૃધ્ધિ જેવા કારણો રૂપિયાને વધુ નબળો પાડશે.

- Advertisement -


આખું અઠવાડિયુ કરન્સી બજારમાં રિઝર્વ બેન્કની મધ્યસ્થીની અફવાઓ ઊડતી રહી, સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ પણ મામૂલી ઘટાડો દાખવતાં રહ્યા, છતાં રૂપિયાની નબળાઈ અટકવાનું નામ નથી લેતી. શુક્રવારે ઇન્ટ્રાડેમાં ભાવ રૂ. ૭૭.૭૫ થયો. ભારતની સેન્ટ્રલ બેંકને માત્ર ડોલરમાં મધ્યસ્થી કરી એટલુંજ નહીં ચાલે, તમામ કારન્સીમાં રૂપિયો નબળો પાડવા લાગતાં વ્યાપક મધ્યસ્થીની આવશ્યકતા વધી ગઈ છે.

માત્ર ફુગાવો જ નહીં ચીનથી આવતા સમાચાર તેમજ યુક્રેન યુદ્ધ પણ ડોલર/રૂપિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. કેટલાય નિયમણકારોએ ક્રિપટો કરન્સી સામે ચેતવણી ઉચ્ચારી છે કે કરન્સી રિઝર્વ તરીકે તે ડોલરનું સ્થાન નહીં લઈ શકે. અલબત્ત, અસંખ્ય દેશોએ બિટકોઇનને સત્તાવાર સ્વીકૃતિ આપી છે, તેમની કારન્સીમાં આસમાની સુલતાની વધઘટથી, આવી કેટલીયે સરકારોમાં ગભરાટ ફેલાયો છે. તેઓ એવું માનવા લાગ્યા છે કે ક્રિપટો, તેમના ચલણને હાલકડોલક કરી નાખે છે. આખા જગતની આવા દેશોને ચેતવણી આપી દેવાઈ છે કે તમારા ચલણને બચાવવા ક્રિપટોની વધઘટને પણ નિયંત્રણમાં રાખો.

- Advertisement -

ભારતીય રૂપિયા જેવીજ હાલત અત્યારે ચીનના યુઆનની થઈ છે, ડોલર સામે યુઆન ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ની બોટમ ૬.૭૧ યુઆન ટચ થઈ ગયો છે. એપ્રિલમાં ચીનનો સર્વાંગી વેપાર, માર્ચના ૭.૫ ટકાની સામે માત્ર ૨.૧ ટકા વૃધ્ધિ પામ્યો હતો. આવું જ નિકાસની બાબતમાં છે માર્ચમાં તે ૧૪.૭ ટકા હતી જે એપ્રિલમાં ૩.૯ ટકા રહી હતી.



(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular