Sunday, October 13, 2024
HomeGujaratતે મારી માં હતી, પણ તે મારુ બાળક બની ગઈ હતી.

તે મારી માં હતી, પણ તે મારુ બાળક બની ગઈ હતી.

- Advertisement -

આજે અચાનક તે મારી યાદોમાં દોડી આવી, એટલે જ આજે હું તેના માટે લખી રહ્યો છુ, વાત 1993ની છે, ત્યારે મારી ઉમંર લગભગ 27ની હશે, મને પત્રકારત્વમાં આવી લગભગ પાંચ વર્ષ થઈ ગયા હતા, અમદાવાદનો માહોલ ત્યારે કઈક જુદો હતો, આજના કરતા રીપોર્ટીંગ વધારે અઘરૂ હતું કારણ ટેકનોલીઝનું આગમન થયુ ન્હોતુ, કોઈના ઘરમાં લેન્ડ લાઈન ટેલીફોન હોય તો તેની ગણના શ્રીમંતમાં થતી હતી, માહિતી મેળવવા માટે તમારો રૂબરૂ સંપર્ક જ એક માત્ર સાધન હતું, ક્રાઈમ રીપોર્ટીંગ કરતા હોવાને કારણે બહુ સહજ હતું કે પોલીસ સાથે નાતો હોવો જોઈએ, પણ જેમની આંગળી પકડી હું ક્રાઈમ રીપોર્ટીંગ શીખ્યો તેવા મારા મિત્ર અને ગૂરૂ ચારૂદત્ત વ્યાસ પાસેથી સમજ મળી હતી કે ક્રાઈમ રીપોર્ટીંગ બહુ બધા પત્રકારો કરે છે, પરંતુ પાક્કા ક્રાઈમ રીપોર્ટીર થવુ હોય તો તમારો સંપર્ક ગુનેગાર અને પોલીટીશીયન સાથે પણ હોવો જોઈએ, કોઈ પણ ક્રીમીનલ કયારેય પણ પોલીટીકલ સપોર્ટ વગર મોટો થઈ શકતો નથી.

મારો અનુભવ કોઈ ફિલ્મી સ્ટોરી જેવો હતો, હું બધુ જોઈ રહ્યો હતો, સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, બાબરી મસ્જીદ ધ્વંસની ઘટના પછી અમદાવાદમાં કોમી તોફાન ફાટી નિકળ્યા હતા, સમગ્ર શહેરમાં કરફયુમાં હતું, આ રીપોર્ટીંગ દરમિયાન રાત્રે કોઈ મને એક હોટલમાં લઈ ગયુ, હોટલની રૂમમાં દાખલ થતાં મને આધાત લાગ્યો કારણ ત્યાં બેઠેલા તમામ પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં હતા. અને બધાના જ હાથમાં દારૂનો ગ્લાસ હતો, પોલીસ અને દારૂ પીવે.. બહુ આશ્ચર્ય સાથે અચરજ લાગ્યુ પણ ત્યાં બીજા કેટલાંક માણસો પણ હતા, જે પોલીસની સુચના પ્રમાણે કામ કરતા હતા, પછી મને ખબર પડી કે તે માણસો લતીફ ગેંગના હતા તેઓ પોલીસની સેવા માટે આવ્યા હતા, બધા પોતાની પાર્ટીમાં મસ્ત હતા, હું એક ખુણામાં બેસી ચુપચાપ જોઈ રહ્યો હતો., ત્યાં મારી તરફ એક અધિકારીનું ધ્યાન ગયુ તેમણે મને પુછયુ અરે તમે ગ્લાસ લીધો નથી.. હું શુ જવાબ આપુ તે અવઢવમાં હતો, મેં આજ સુધી દારૂ પીધો નથી તેવુ મારે કહેવુ હતું.

- Advertisement -

Advertisement




પણ હું કઈ જવાબ આપુ તે પહેલા તેમણે મારો પેગ ભરી મારા હાથમાં ગ્લાસ પકડાવી દીધો, મારા શરીરમાંથી એખ ધ્રુજારી પસાર થઈ ગઈ, પોલીસ અધિકારીઓ અને ગેંગસ્ટર બહુ સારી રીતે એકબીજા સાથે વ્યવહાર કરી રહ્યા હતા, બહુ સમય પછી સમજાયુ કે ત્યારે પોલીસ આ પ્રકારની પાર્ટીમાં ગેંગસ્ટર સાથે મિટીંગો કરી ગેંગોને માહિતી મેળવતી હતી, કારણ પોલીસ પાસે હ્યુમન ઈન્ફરમેશનનો એક માત્ર રસ્તો હતો, મેં જટ વાત પુરી કરવા મોંઢે ગ્લાસ માંડયો અને પેગ પુરો કર્યો, ત્યારે મને દારૂ કેવી રીતે પીવો તેની પણ સમજ ન્હોતી, એટલે એક જાટકે પેગ પુરો કરતા શરીરમાંથી ધુમાડો નિકળી ગયો હોય તેવુ લાગ્યુ, હું હલી ગયો, મનમાં થયુ કે કયાંથી અહિયા આવી ગયો,. પણ થોડીવારમાં પેલા અધિકારીનું ધ્યાન ફરી મારી તરફ ગયુ તેમણે કહ્યુ અરે ગ્લાસ ખાલી છે, તેમણે મારો પેગ ફરી ભર્યો, હવે મારી આંખો ભારે થવા લાગી હતી, આંખ સામેનું ધુધળુ દેખાઈ રહ્યુ હતું મને લાગ્યુ કે મારાથી બેસી શકાય તેમ નથી હું ઉભો થયો અને બાથરૂમમાં ગયો અને એકદમ ઉલટી થઈ ગઈ.

- Advertisement -

બીજા દિવસે મારા પિતા જેમને અમે ઘરમાં બાબા કહેતા, બાબાને જયારે ખબર પડી કે મેં દારૂ પીધો તે ખુબ દુખી થઈ ગયા, મારા બાબા એક સરકારી અમલદાર હતા, ઘડીયાળના ટકોરે તેમની જીંદગી ચાલતી , પાછા નખશીખ બ્રાહ્મણ, રોજ પીંતાબર પહેરી પુજા કરવાનો ક્રમ,, મારા દિકરાઓ દારૂ પીધો, તેમના માટે આધાતજનક હતું, મારા મનમાં બહુ દોષીતપણાના ભાવ આવી ગયો હતો, મને પણ થયુ કે મેં આવુ શુ કામ કર્યુ,, બાબા મારી સાથે દિવસો સુધી બોલ્યા નહીં, પણ મારા મનમાં દ્વંધ હતો, કારણ રોજ રાત્રે કયારેક પોલીસની પાર્ટી તો કયારેક ગેંગસ્ટરોની પાર્ટી થતી હતી, અંદરની માહિતી મેળવવા માટે તેમના વર્તુળમાં દાખલ થવુ જરૂરી હતું, દારૂ એક જ માધ્યમ ત્યારે એવુ હતું કે જે મને પોલીસ અને ગેંગસ્ટરની નજીક જવામાં મદદ કરી શકે તેમ હતું, મનમાં નૈતિકતા અને અનૈનિકતાની લડાઈ થતી હતી, મને ત્યારે પણ દારૂ પીનાર સામે રોષ ન્હોતો. અને હું તે વર્તુળમાં દાખલ થઈ ગયો મારા બાબા ખુબ દુખી ગયા.

બાબા મને કહેતા કે આ કામ છોડી દે, પણ મારે આ જ કામ કરવુ હતું 1995ની વાત છે તે રાત્રે હું ઘરે આવ્યો,. જમીને મારે ફરી બહાર જવાનું હતું, હું રાત્રે દસ વાગે બહાર નિકળ્યો, હું ઘરના દરવાજામાં હતો, મારા બાબાએ પુછયુ કયાં જાય છે, હું જવાબ આપુ તે પહેલા મારી મમ્મી જેને અમે આઈ કહેતા, આઈએ મારી સામે જોતા કહ્યુ શુ કામ પુછો છો, બીજે કયાં જાય ઢીચવા જતો હશે, મે કોઈ જવાબ આપ્યો બાબા બોલ્યા આ ઘર છે હોસ્ટેલ નથી, મન ફાવે આવો અને જાવ છો તે યોગ્ય નથી, બાબા ગુસ્સામાં હોય ત્યારે મને તુકારે બોલાવાને બદલે તમે કહી વાત કરતા હું કઈ બોલ્યો નહીં નિકળી ગયો, ફરી રોજ પ્રમાણે ગેંગસ્ટર અને પોલીસ અધિકારી સાથે બેઠક હતી, પણ ખબર નહીં તે બેઠકમાં મને કઈ મઝા આવતી ન્હોતી, રાતના દોઢ વાગ્યો હશે મેં કહ્યુ હું નિકળુ , બધાએ મારી સામે આશ્ચર્ય સાથે જોયુ અરે આટલા વહેલા કારણ મારો ઘરે જવાનો ક્રમ હતો સવારના પાંચ, પણ મારે નિકળુ હતું.

Advertisement

- Advertisement -




હું ઘરે આવ્યો, મેં દુરથી જોયુ મારા ઘરના લાઈટ ચાલુ હતું આવુ કયારેય થતુ નહીં, ઘરની લાઈટ કેમ ચાલુ તેવા પ્રશ્નાર્થ સાથે હું ઘરમાં દાખલ થયો, આઈ, બાબાના પલંગ પાસે હતી, તેના ચહેરા ઉપર ચીંતા હતી, મેં પુછયુ શુ થયુ, આઈએ કહ્યુ બાબાને છાતીમાં દુખે છે કદાચ ગેસ થઈ ગયો છે, બાબા કણસી રહ્યા હતા, હું તેમની પાસે બેસી ગયો તેમને હાથ પકડયો, પણ શુ કરવુ સુઝતુ ન્હોતુ પાંચ દસ મિનીટ પછી મેં નિર્ણય કર્યો તેમને હોસ્પિટલ લઈ જાઉ, પણ મારી પાસે વાહનની વ્યવસ્થા ન્હોતી, મેં મારા મિત્ર હિતેશ પટેલને ફોન કર્યો હિતેશને અમે પોચી તરીકે સંબોધીએ છીએ તેણે કહ્યુ હું મારી કાર લઈ આવુ છુ, થોડીવારમાં હિતેશ અને ચારૂનો દિકરો ધવલ કાર લઈ આવ્યા પણ બાબાની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી, મારૂ ઘર ત્રીજા માળે અને બાબાની ઉચકી નીચે આવ્યા કારની પાછળની સીટમાં સુવાડયા, , બાબા કણસી રહ્યા હતા, હું આગળની સીટમાં બેસી દત્તબાવની બોલી રહ્યો હતો દત્ત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, મારા બાબાને બચાવી, અમે હોસ્પિટલ પહોંચ્યા.

ડૉકટર આવ્યા, બાબાને તપાસ્યા અને મારી સામે જોઈ નકારમાં માથુ હલાવ્યુ. હું ભાંગી પડયો પોક મુકાઈ ગઈ, બાબા મને મુકી જતા રહ્યા મન અફસોસથી ભરાઈ ગયુ, બાબા જતી વખતે મારી માટેની ચીંતા સાથે ગયા, મને મારી ઉપર ખુબ ગુસ્સો આવ્યો મારી બેફામ જીંદગીને બાબા આકાર આપવા માગતા હતા, પણ મારે બેફામ જીવવુ હતું, બાબા ગયા ત્યારે તેમના મનમાં નીરાંત નહી હોય, મહિનાઓ સુધી હું વિહવળ રહ્યો, મેં મને સમજાવ્યુ કે બાબા જતા રહ્યા, પણ બાબાની કાયમ ઈચ્છા હતી કે હું સારો માણસ બનુ, બાબાએ કયારેય મારા માટે હું મોટો માણસ બનુ તેવુ સ્વપ્ન જોયુ ન્હોતુ, તેમના માટે માણસ મોટો ના હોય ચાલે પણ માણસ સારો હોવો જોઈએ તે મહત્વનું હતું, બાબા બહુ પ્રેમાળ માણસ, અજાણ્યાને પણ મદદ કરવા આતુર, તેમની ઈચ્છા માટે પણ તેવો જ માણસ થવાની હતી, મેં મારી જાતને સારો માણસ થવા માટે બદલવાની અને ઘડવાની શરૂઆત કરી, બેફામ જીંદગીમાં કોઈ મુશ્કેલી ન્હોતી, પણ સારો માણસ થવાની પ્રક્રિયા મુશ્કેલ હતી, કોઈ માણસ દારૂ પીવે તો ખરાબ છે અને દારૂ પિતો નથી તે મહાન છે તેવુ પણ કોઈ ગણિત નથી, સારો માણસ થવુ તે એક જુદી જ બાબત છે.

સમય સમયનું કામ કરતો હતો, મારી આઈ અમારા બધા કરતી સ્વભાવે કાઠી, એટલે મારે અને આઈને કાયમ ખટરાગ થાય, મારો લગાવ બાબા તરફ વધારે હતો, પણ હવે બાબા ન્હોતા, આઈ બહુ હિમંતવાન મારા રીપોર્ટીંગને કારણે મને ધમકી મળે ત્યારે કહેતી ડરીશ નહીં કામ કરતો રહે, એક દિવસ તો મરવાનું છે, મારો દિકરો ડરે તે મને મંજુર નથી, આઈની પણ સરકારી નોકરી હતી, 2007માં તે નિવૃત્ત થઈ, અને બરાબર એક વર્ષ પછી ખબર પડી કે આઈને કેન્સર છે,હું સ્તબ્ધ થઈ ગયો, મને લાગ્યુ કે હવે આઈ પણ જતી રહેશે, બાબા તો ન્હોતા, મેં નક્કી કર્યુ કે આઈને જવા નહીં દઉ, આઈનું ઓપરેશન, થયુ ત્યાર પછી રેડીએશન અને કીમોથેરાપી થઈ, આઈને પણ જીવવુ હતું, તે મને કહેતી મારે મરવુ નથી, હું અને આઈ બંન્ને જીવવા માટે જદ્દોજહદ કરતા હતા, આઈ મારા નાના ભાઈ અને તેના પરિવાર સાથે રહેતી, મારૂ ઘર બે કિલીમીટરના અંતરે જ હતું, હું તેને રોજ મળવા જતો હતો, મને તેના પાસે જવામાં થોડુક મોડુ થાય તો ફોન કરતી, નારાજ થઈ જતી, રીસાઈ જતી.

Advertisement




ભાઈ અને તેનો પરિવાર આઈની ખુબ કાળજી લેતો, છતાં આઈનો આગ્રહ રહેતો કે હું રોજ તેને મળવા જાઉ, અમે દવાખાને સાથે જતાં તેને કેન્સર હોવા છતાં તે મારી બાઈક ઉપર બેસતી, કેન્સરની બીમારીમાં ખર્ચ પણ ખાસ્સો થતો તે મને કહેતી તને ખાસો ખર્ચાતા હશે, કેમ.. હું તેને કહેતો તુ સારી થઈ જાય પછી તારી પાસેથી લઈશ, પણ બીમારી લંબાઈ, તે શરીર હવે સારવારથી થાકી ગયુ એટલે મન પણ સાથ આપતુ ન્હોતુ, તેને હવે દવા લેવાનો કંટાળો આવતો હતો,, હું ના જાઉ તો દવા લેતી નહીં એટલે મારે સવાર-બપોર-સાંજ તેને દવા આપવા જવુ પડતુ હતું પછી તો જી્દ્દ કરવા લાગી હતી, પ્રશાંત આવે તો જ જમુ, પ્રશાંત જ મને ન્હાવડાવે, પ્રશાંત આવે તો દવા લઉ, આમ તે એક એક બાબત માટે મારી ઉપર નિર્ભર થઈ ગઈ હતી, તે મારી આઈ હતી, બહુ બહાદુર પણ હવે ભાંગી પડી હતી, તે મારી મા હતી પણ મારુ બાળક હોય તેમ મારી સાથે વ્યવહાર કરતી હતી, આમ કરતા કરતા ચાર વર્ષ થઈ ગયા હતા.

તે દિવસે બપોરે હું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એસીપી મયુર ચાવડા પાસે બેઠો હતો, મારૂ ધ્યાન ઘડીયાળ તરફ ગયુ ચાર થવા આવ્યા હતા, હું ઉભો થયો, મયુર ચાવડાએ કહ્યુ બેસોને કેમ ઉભા થયા, મેં કહ્યુ આઈને જયુશ આપવાનો સમય થયો છે મારે જવુ પડશે, હું જઈશ નહીં તો આઈ જયુશ પીશે નહીં, હું નિકળ્યો રસ્તામાંથી જયુશ લીધો, હું તેના ઘરે પહોચ્યો તેણે પથારીમાંથી મને જોયો હસી, કેમ મોડુ થયુ તેવો ભાવ તેના ચહેરા ઉપર હતો, મેં કહ્યુ થોડુ કામ હતું એટલે મોડુ થયુ, મે ગ્લાસમાં જયુશ કાઢયુ તેને પથારીમાંથી ઉભી કરી બેસાડી જયુશ પીવડાવ્યુ, તેણે મને કહ્યુ બાથરૂમ જવુ છુ, હું તેને બાથરૂમ લઈ ગયો તેને મોઢુ ધોવડાવ્યુ, ચહેરો સાફ કર્યો અને ફરી પથારીમાં સુવડાવી, તે હવે એકલી ચાલી શકતી ન્હોતી, તેને કોઈની મદદની જરૂર પડતી હતી, હું તેની પાસે પથારીમાંથી બેઠો, તેણે મારો હાથ પકડયો., તે કઈક વિચારી રહી હતી કયારે છતની દિવાલ તરફ અને કયારેક મારી તરફ જોતી, તેની આંખોના ખુણા એકદમ ભીના થયા, મેં તેની આંખો લુછતા પુછયુ શુ થયુ આઈ, તે ધીમા અવાજે કઈક બોલી, કારણ હવે તેના અવાજમાં પણ પહેલા જેવો રણકો ન્હોતો, મેં તેના શબ્દો સાંભળવા મારા કાન તેના મોઢા પાસે લઈ ગયો, તેણે મને કહ્યુ તારા પગ કયાં છે.

મને બહુ આશ્ચર્ય થયુ મેં પુછયુ કેમ મારા પગનું તારે શુ કામ છે, તેની આંખો ફરી ભીની થઈ, તેણે મને કહ્યુ મારે તને પગે લાગવુ છુ, મેં કહ્યુ આઈ પાગલ છે, આઈ કયારે દિકરાને પગે લાગે, તેણે કહ્યુ ના મારે તને પગે લાગવુ છુ, કારણ તુ મારૂ ખુબ ધ્યાન રાખે છે, મેં તેની આંખો ઉપર હાથ મુકતા કહ્યુ આઈ આવી વાત કરીશ નહીં ચાલ સુઈ જા, તેણે આંખો બંધ કરી, તેણે મારો હાથ પકડી રાખ્યો હતો, થોડીવાર પછી તેના હાથની પકડ ઢીલી થઈ મેં મારો હાથ તેના હાથમાંથી લઈ લીધો, પણ ત્યારે મને ખબર પડી નહી કે આઈ કાયમ માટે મારો હાથ છોડી દીધો , 2011માં આઈ પણ જતી રહી, પણ બાબાના ચહેરા ઉપર આનંદ અને સંતોષ જોવામાં હું નિષ્ફળ ગયો, તે મે આઈમાં ભરપાઈ કરી આપ્યુ તેવુ મને લાગ્યુ, આઈની જે છેલ્લાં શબ્દો હતા,તે મારા માટે કોઈ એવોર્ડ કરતા મોટા છે, આજે આઈ બાબા મારી સાથે નહીં હોવા છતાં સારો માણસ થવાની પ્રક્રિયા આજે પણ નિરંતર ચાલુ છે, હજી પણ અનેક ચુકો થાય છે,. છતાં ફરી ત્યાંથી ઉભો થવાનો પ્રયત્ન કરુ છુ, આઈની જતા પહેલા તો અનેક વખત કહ્યુ હતું કે આઈ તને ખુબ પ્રેમ કરૂ છુ, પરંતુ બાબાને કયારેય હું કહી શકયો નહીં કે બાબા આઈ લવ યુ.

Advertisement




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular