નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. હવે કસાઈઓ પણ આ માર્ગે વિવિધ નાના-મોટા વાહનો મારફતે પશુઓને કતલખાને ઘુસાડી રહ્યા છે શામળાજી પોલીસે આશ્રમ ચોકડી નજીક ટ્રકમાંથી ૨૫ ભેંસોને મુશ્કેટાટ હાલતમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી કતલખાને ધકેલી દે તે પહેલા બચાવી લીધા હતા. શામળાજી પોલીસે ચાંદટેકરી વિસ્તારના ત્રણ કસાઇઓને દબોચી લઇ ટ્રકમાં ભેંસ ભરી અપાનાર ત્રણ કસાઇઓ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે આશ્રમ ચાર રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથ ધરતા શંકાસ્પદ ઝડપ અને ગફલતભરી રીતે હંકારી પસાર થતા ટ્રકને અટકાવી પોલીસે તલાસી લેતા ટ્રકમાંથી મુશ્કેટાટ હાલતમાં બાંધેલા અને ઘાસચારા કે પાણીની સગવડ વગર કણસતી ૨૫ ભેંસ કતલખાને ધકેલાતા બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. સાથે જ મોડાસા ચાંદટેકરી વિસ્તારના ટ્રક ચાલક હબીબ શાબીર મુલતાની તેમજ ટ્રકમાં બેઠેલા રિઝવાન હનીફ મુલતાની અને ઈમ્તિયાઝ અલ્લારખ મુલતાનીને દબોચી લઇ ૨૫ ભેંસ, ટ્રક, મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ.રૂ.૧૨.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે કસાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રકમાં ગેરકાયદેસર ભેંસો ભરી આપનાર ૧) રિઝવાન કાસમ મુલતાની, ૨) યાકુબ ખીમા મુલતાની અને ૩) ઝાઈર ગફુર મુલતાની (ત્રણે, રહે. ચાંદટેકરી) વિરુદ્ધ એમવી એક્ટ તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.