નવજીવન ન્યૂઝ.શહેરા. પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલૂકાના સાદરા ગામે દારૂ વેચાણની બાતમીના આધારે તપાસ કરવા ગયેલા પોલીસ કર્મીની કામગીરીનું વીડિયો રેકોડીંગ કરીને ગાળો બોલીને લોકોને કેમ હેરાન કરો છો દારૂની રેડ કરો છો. તેમ કહીને પોલીસકર્મીને ધમકી આપી સરકારી કામમાં રૂકાવટ કરનારા બે ઈસમ અને એક મહિલા સહિત ત્રણ જણ સામે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા પોલીસની ફરિયાદ પ્રમાણે ટીમ મોરવા હડફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે સાદરા ગામે રાવળ ફળીયામાં દારૂ વેચાણની બાતમીના આધારે તપાસ કરવા જતા અરવિંદ નામનો ઇસમ પોલીસકર્મીઓનું વીડિયો રેકોડીંગ કરતા પોલીસકર્મીઓએ વીડિયો ન ઉતારવા જણાવતા કહેવા લાગ્યો કે અમે પોલીસવાળાને આપણા ફળિયામાં પેસવા દેવાના નહીં.
એમ કહેતા તેનો ભાઈ હસમૂખ પટેલિયા અને તેની પત્નીએ પોલીસકર્મી જમાદાર સાથે ઝપાઝપી કરી હતી અને અંધારામાં ફરાર થઈ ગયા હતા. જતા જતા કહેતા ગયા કે હું ગાંધીનગર ફોન કરૂ છું. હું હાલમાં જ બદલી કરાવી દઈશ. તેમ કહીને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઇ અર્જૂનભાઈ પટેલીયા, હસમૂખભાઇ અર્જૂનભાઇ પટેલીયા,અને હસમૂખભાઈની પત્ની સામે ગૂનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |











